તાઈવાનમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની શારીરિક સંબંધ બાંધતા પહેલા પૈસાની માંગણી કરે છે. આ કારણે વ્યક્તિએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે અને કોર્ટે બંનેના છૂટાછેડા મંજૂર કર્યા છે. ૨૦૧૭ પછી મહિનામાં એકવાર શારીરિક સંબંધ બનાવતી હતી. પરંતુ ૨૦૧૯ પછી તેણે શારીરિક સંબંધ બનાવવાનો ઇનકાર કરી દીધો છે. શારીરિક સંબંધ માટે તેનાથી ૧.૨૫ લાખ રૂપિયા માગે છે. આ પછી શખ્સે પછી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી. અગાઉ મહિલા તેના પતિથી અલગ થવાની વિરુદ્ધ હતી. જાેકે, આ મામલો કોર્ટમાં પહોંચ્યો હોવાથી હવે તેણે તેના પતિથી અલગ થવું પડશે. જાેકે, આ પહેલી ઘટના નથી. અગાઉ ૨૦૧૪ માં તાઇવાનમાં એક મહિલાએ સેક્સ, વાતચીત અને ખોરાકના બદલામાં પતિ પાસેથી પૈસા પડાવવાના સમાચાર આવ્યા હતા. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, હાઓ (નામ બદલ્યું છે) નામના એક વ્યક્તિ પાસે તેની પત્ની જુઆન (નામ બદલ્યું છે) સેક્સ કરતા પહેલા વારંવાર પૈસા માંગતી હતી. પૈસા ન આપતાં તેણે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી. શરૂઆતમાં પતિએ પત્નીને થોડા દિવસો સુધી સહન કર્યું. જાે કે, રોજેરોજ બનતી આ ઘટનાથી નારાજ પતિ સીધો કોર્ટમાં ગયો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપી છૂટાછેડા મંજૂર કર્યા હતા.
બંનેના લગ્ન ૨૦૧૪માં થયા હતા અને આ કપલને બે બાળકો પણ છે. હાઓનો દાવો છે કે ૨૦૧૭માં તેની પત્નીએ તેને મહિનામાં માત્ર એક જ વાર સેક્સ કરવા મજબૂર કર્યો હતો. પરંતુ ૨૦૧૯ માં તેણે કોઈ કારણ આપ્યા વિના તેણે સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું. હવે તે એક વાર શારીરિક સંબંધ માટે તેનાથી ૧.૨૫ લાખ રૂપિયા માગે છે. આ પછી શખ્સે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી, જેમાં કોર્ટે શારીરિક સંબંધ ન બનાવવાના આધારે છૂટાછેડા આપી દીધા છે. અહેવાલ મુજબ, હાઓનું કહેવું છે કે જુઆને તેના પરિવારજનો સામે “ખૂબ જાડો” અને “અનફીટ” કહીને બદનામ કર્યો. રસપ્રદ વાત એ છે કે, હાઓએ ૨૦૨૧માં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ જુઆને સંબંધ સુધારવાનો પ્રયાસ કરવાનું વચન આપ્યું હતું. પછી પતિએ કેસ પાછો ખેંચી લીધો અને મિલકત પત્નીને ટ્રાન્સફર કરી દીધી. જુઆને કથિત રીતે ફરીથી હાઓને હેરાન કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, જ્યારે પણ તેને સેક્સ કરવાની ઈચ્છા થઈ ત્યારે તે પૈસા લેવા લાગી. અખબાર સાથે વાત કરતા હાઓએ કહ્યું કે આ વર્ષે ફરીથી તેણે પત્નીથી છૂટાછેડા માટે અરજી કરી છે. બંનેએ છેલ્લા બે વર્ષથી વાત કરવાનું બંધ કરી દીધું હતું. જાે એકદમ જરૂરી હોય તો તેઓ માત્ર મેસેજિંગ એપ્સ દ્વારા વાતચીત કરે છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે છૂટાછેડા માટે હાઓની વિનંતી મંજૂર કરી હતી.