હૈદરાબાદ : હૈદરાબાદમાં આવતીકાલથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વર્ષ ૨૦૧૬માં છેલ્લી શ્રેણી રમાઇ હતી. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો આંકડા ખુબ રોમાંચક રહ્યા છે. જા કે છેલ્લા ૧૬ વર્ષમાં Âસ્થતી બદલાઇ ગઇ છે અને આ વર્ષોમાં ભારતનુ પ્રભુત્વ રહ્યુ છે.
બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૫ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૧૯ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ્ ડ્રો રહી છે. વિરાટ કોહલી પણ વધુ એક રેકોર્ડ બનાવવા મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ અંકદરે નબળી દેખાઇ રહી છે.
જા કે ટેસ્ટ ક્રિકેટમાં તેની ટીમ કોઇ પણ સમય જારદાર દેખાવ કરી શકે છે. ટીમમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડી રહેલા છે.વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી.
વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ.વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શક્તિશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. રાજકોટમાં વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ પહોંચી ગયા બાદ હાલમાં પ્રેકટીસમાં વ્યસ્ત હતા. હૈદરાબાદ ટેસ્ટ મેચમાં પણ કેટલાક રેકોર્ડ સર્જાય તેવી શક્યતા છે. ખાસ કરીને ભારતીય ખેલાડીઓ પ્રવાસી ટીમ સામે વધારે જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે.