લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે દરેક પાર્ટી પોત પોતાની વ્યુહરચના તૈયાર કરવામાં લાગેલી છે. આવી સ્થિતીમાં નાના નાના રાજકીય પક્ષોના નેતાઓ પણ પોતાની વ્યુહરચના તૈયાર કરી રહ્યા છે. એકબાજુ નાના પક્ષો વર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઇને પોતાની સ્થિતી વધારે મજબુત કરવાના પ્રયાસમાં નિર્ણય કરી રહ્યા છે. જ્યારે મોટા વિરોધ પક્ષો વધારે વિસ્તૃત રણનિતી તૈયાર કરવામાં લાગે છે. ઉત્તરપ્રદેશમાં માયાવતી અને અખિલેશ જે વર્ષોથી એકબીજાના દુશ્મન પાર્ટીના લોકો છે તે આજે સાથે આવી ગયા છે. આવી જ રીતે કોઇ સમય કોંગ્રેસને ગાળો આપનાર અરવિન્દ કેજરીવાલ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં લાગેલા છે. એકબીજાને જોવાનુ પણ પસંદ ન કરનાર વિરોધીઓ એક મંચ પર જોવા મળી રહ્યા છે.
દેશના લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે. કોંગ્રેસને ગાળો આપનાર ચન્દ્રબાબુ નાયડુ આજે એક ભ્રષ્ટ અધિકારીને બચાવવા માટે ધરણા કરી રહ્યા છે. આ તમામ બાબતો દર્શાવે છે કે તેમની સૌથી મોટી સમસ્યા હવે તેમના અસ્તિત્વની ઉભી થઇ છે. આજ કારણસર સાથે મળીને વિરોધીઓ લડવાની યોજના બનાવી રહ્યા છે. જે વિરોધ પક્ષના નેતાઓ મંચ પર છે તે પૈકી મોટા ભાગના નેતાઓની સામે કોઇને કોઇ મામલામાં તપાસ પણ ચાલી રહી છે. જેથી પોતાના બચાવવા માટે પણ સત્તા મેળવી લેવા એકત્રિત થઇ રહ્યા છે. અમે સારી રીતે સમજી શકીએ છીએ કે આ નેતાઓની મજબુરી રહેલી છે. પરંતુ પ્રજાની કોઇ મજબુરી નથી. પ્રજા સારી રીતે જોઇ રહી કે કઇ રીતે આજ સુધી કોઇ ભ્રષ્ટ નેતાને હજુ સુધી સજા થઇ નથી.
જનતા આ બાબત પણ સારી રીતે જોઇ રહી છે કે કઇ રીતે અરવિન્દ કેજરીવાલ ૨૦૧૩-૧૪માં કોંગ્રેસી નેતાઓની સામે ૩૪૦-૪૦૦ પાનાની એફિડેવિટ લઇને ફરતા હતા અને કઇ રીતે કેજરીવાલ કોંગ્રેસી નેતાઓ પર આરોપો કરતા હતા. આજે આજ અરવિન્દ કેજરીવાલ દ્વારા કઇ રીતે કોંગ્રેસની સાથે ગઠબંધન કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલન પાર્ટી આમ આદમી પાર્ટીની હાલત આજે જે પ્રકારની થયેલી છે તે જોતા કેજરીવાલ મજબુર દેખાઇ રહ્યા છે.