બિહારમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર અને અન્યોએ ભાજપને રોકવા માટે પ્રથમ વખત હાથ મિલાવીને મહાગઠબંધનની રચના કરી હતી. તેમને સફળતા પણ મળી હતી. એ વખતે આ પ્રયોગની શરૂઆત કરવામાં આવ્યા બાદ ત્યારબાદની ચૂંટણીમાં આ પ્રયોગ કરવાનો દોર શરૂ થયો છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મહાગઠબંધન જેવા શબ્દનો ઉપયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટી એકબીજાના નક્કર વિરોધી હોવા છતાં એક સાથે આવીને મહાગઠબંધન ઉત્તરપ્રદેશમાં બનાવી ચુક્યા છે.
આ લોકોએ ગઠબંધન બનાવીને નાની નાની પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. ત્યટારબાદ કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢમાં વિધાનસભા ચૂંટણી જીતીને જારદાર સપાટો બોલાવ્યો હતો. આ જીત મેળવીને મહાગઠબંધનનુ નેતૃત્વ કરવાનો દાવો કોંગ્રેસે કર્યો હતો. એ વખે ૨૧ પાર્ટીએ બેઠક યોજી હતી. જેમાં સીપીઆઇ અને સીપીએમ પણ સામેલ હતા. આ તમામ પાર્ટીએ સાથે મળીને ભાજપને પરાજિત કરવાનો નિર્ણય કર્યો હતો. એક સાથે બેઠક કરવામાં આવી હતી. ભાજપને મુખ્ય દુશ્મન પાર્ટી તરીકે ગણનાર આ પાર્ટીઓ વિતેલા વર્ષોેમાં પણ ભેગા થયા હતા. એ વખતે સીપીએમના તત્કાલીન મહાસચિવ હરકિશન સિહ સુરજિતની પહેલ પર ત્રીજા મોરચાની રચના કરવામાં આવી હતી. એ વખતે ત્રીજા મોરચાનુ નેતૃત્વ કરીને ડાબેરીઓ દેશની રાજનિતીમાં પ્રથમ વખત એક કોમ્યુનિસ્ટ નેતાને દેશના વડાપ્રધાન પદ સુધી લગભગ પહોંચાડી દીધા હતા.
જો કે તેમને સહજમાં નિષ્ફળતા મળી હતી. એ વખતે તેમની પાર્ટીની કેન્દ્રિય કમિટીએ આ દરખાસ્તને ફગાવી દીધી હી. એ વખે ડાબેરીઓ પાસે લગભગ ૬૦ સીટો હતી. એ પણ એક કારણ હતુ કે સુરજિતની તમામને સાંભળી લેવાની ફરજ પડી હતી. સુરજિત બાદ પાર્ટીના નેતૃત્વે મુડીવાદી પાર્ટીની સાથે ગઠબંધનને લઇને પોતાની રણનિતીમાં કેટલાક ફેરફાર કર્યા હતા. પાર્ટી નેતૃત્વે એમ કહીને પોતાની રણનિતી બદલી નાંખી હતી કે આ પાર્ટીઓની આર્થિક નિતી પણ એ છે જે કોંગ્રેસ અને ભાજપની છે. તેમની સાથે હાથ મિલાવવાથી ડાબેરીઓને એક બે સીટ મળી શકે છે પરંતુ આગામી સમયમાં તેમની લડાઇ મુડીવાદી સામે કમજાર થઇ શકે છે. જ્યારે લાલુ યાદવ અને મુલાયમ સિંહ યાદવની સાથે મંચ પર ડાબેરી નેતા નજરે પડે છે ત્યારે જનતાની વચ્ચે એવો સંદેશ પહોંચી જાય છે કે આ તમામ પાર્ટીઓ એક જેવી છે. જેથી ડાબેરીઓના લોકો પણ ધીમે ધીમે આ પાર્ટીઓ તરફ ખેંચાય છે. જાણકાર લોકો કહે છે કે ભાજપની સામે લડવા માટે કોંગ્રેસે હજુ સુધી પોતાની રણનિતી અસરકારક બનાવી નથી.
તે તેની રણનિતીમાં પરિપક્વ દેખાતી નથી. જેવી લોકોને આશા હતી તેવી તાકાત તેમની દેખાતી નથી. ઉત્તરપ્રદેશમાં બસપ-સપા અને આરએલડી ગઠબંધન ભાજપનો સામનો કરવામાં સક્ષમ છે. પરંતુ કોંગ્રેસે રાજ્યની તમામ ૮૦ સીટો પર પોતાના ઉમેદવારને ઉતારી દીધા બાદ સ્થિતી જુદી બની છે. સમીકરણ આના કારણે બદલાઇ શકે છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ ૨૦૧૪માં માત્ર બે સીટો મળી હતી તે બાબતની માહિતી હોવા છતાં કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવાર ઉતારી દીધા છે. માત્ર છ સીટો પર તેના ઉમેદવાર બીજા સ્થાને હતા. જાણકાર લોકો માને છે કે કોંગ્રેસ પાર્ટી જા આ આઠ સીટો પર મેદાનમાં રહી હોત અને બાકીની સીટો પર ગઠબંધનને સમર્થન આપ્યુ હોત તો તેમની સ્થિતી વધારે સારી રહી હોત.
આવી જ રીતે આમ આદમી પાર્ટીની અપીલને પણ કોંગ્રેસે ફગાવી દીધી છે. બંગાળમાં પણ છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર ચાર અને ડાબેરીઓને બે સીટો મળી હતી. આવી સ્થિતીમાં એક બાબત તો સ્પષ્ટ છે કે તેમની સ્થિતી સારી નથી. રાહુલ ગાંધીએ કેરળમાં વાયનાડ સીટ પર ચૂંટણી લડવાનો નિર્ણય કરતા સ્થિતી વધારે જટિલ બની ગઇ છે. ડાબેરીઓ સામે રાહુલ ગાંધી મેદાનમાં છે. કોંગ્રેસે એવો સંદેશ પણ આપ્યો છે કે કોંગ્રેસની પ્રાથમિકતા તો ભાજપને હરાવવાની નહીં બલ્કે ડાબેરીઓની સ્થિતી કમજાર કરવાની છે. તે વાયનાડમાં મુÂસ્લમ લીગના સમર્થન સાથે લડી રહી છે. કોંગ્રેસ ઉપરાંત મહાગઠબંધનની એક પાર્ટી લાલુ યાદવની આરજેડી દ્વારા પણ ડાબેરીઓ સાથે ગઠબંધન કરવામાં ખચકાટ અનુભવ કર્યો છે. જાણકાર પંડિતો માને છે કે ડાબેરીઓ જેમ કે સીપીઆઇ, સીપીઆઇ (એમએલ), બિહારમાં કેટલાક વિસ્તારમાં પ્રભાવ ધરાવે છે. પરંતુ લાલુ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આની અવગણના કરી છે. પોતાના પુત્ર તેજસ્વીને પડકાર ફેંકી શકે તેવા ચહેરા તેમને પસંદ નથી.