વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે જુદા જુદા ક્ષેત્રમાં વિશ્વમાં નેતૃત્વ કરી રહ્યુ છે. જેમાં ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ પણ સામેલ છે. મોદી સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષના ગાળામાં જે પગલા લેવામાં આવ્યા છે તેના કારણે આજે વિશ્વની નજર ભારત પર કેન્દ્રિત થઇ છે. લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે સામાન્ય લોકોમાં ચૂંટણીને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. તમામ રાજકીય પક્ષો તેમની તાકાત લગાવી રહ્યા છે. મોદી સરકારને ઉખાડી ફેંકવા માટે દાવપેચ કરવામાં આવી રહ્યા છે. નવા નવા ગઠબંધન બની રહ્યા છે. આવી સ્થિતીમાં મોદીને ફરી કેમ તક મળવી જોઇએ તેને લઇને પણ મથામણ થઇ રહી છે. મોટા ભાગના જાણકાર પંડિતો કેટલાક મુદ્દે તો ચોક્કસપણે માને છે કે મોદીને ફરી તક મળવી જોઇએ. ક્યાં કારણસર મોદીને વધુ તક દેશની સેવા માટે મળવી જાઇએ તે મુદ્દા નીચે મુજબ છે
- ભારતને વધારે સ્વચ્છ અને સુન્દર બનાવવા માટે તક મળે
- ભારતીય સેનાને મજબુત બનાવવા માટે તક મળે. કારણ કે હાલના વર્ષોમાં ભારતીય સેનનો આત્મવિશ્વાસ અનેક ગણો વધ્યો છે જે જળવાય તે જરૂરી છે
- દેશમાં તમામ લોકો માટે વધારે તક સર્જાય તેવા માટે તેમની દુરદર્શીતા જરૂરી છે
- દેશમાં આધારભુત માળખાના ઝડપી વિકાસ માટે ઝડપી ગતિથી આગળ વધવા
- ભારતીય ટીમ ઇતિહાસને ભુલીને જોરદાર દેખાવ કરવા તૈયાર છે
- ડિજિટલ ક્ષેત્રમાં ક્રાંતિ થઇ છે ત્યારે તેને જાળવી રાખવા માટેની જરૂર છે
- ભારતન ન્યુ ઇકોનોમી નોકરીને પ્રોત્સાહન આપે છે ત્યારે તેની ગતિને જાળવી રાખવા માટે
- ફુડ ડિલિવરી- ઇકોમર્સ, રાઇડ આધારિત ભારતીય સ્ટાર્ટ અપની ગતિને જાળવી રાખવા માટે
- ભારતને ઇનોવેશન એ સ્ટાર્ટ અપના ક્ષેત્રે વિશ્વમાં ટોપ સ્તર પર લઇ જવા માટે
- ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક વ્યવસ્થા સાથે આગળ વધવા માટે
- નાનાથી લઇને મોટા કારોબારીઓ માટે કારોબાર સરળ કરવાની બાબત માટે
- સર્જિકલ સ્ટ્રાઇક, નોટબંધી, જીએસટી, અનામત સહિતના સાહસી નિર્ણય લેવા માટે