ગ્રીનલેન્ડ અને આર્કિટકમાં કરોડો ટન બરફ કેમ ઓગળી રહી છે ? આ પ્રશ્ન હાલમાં તમામ સંબંધિત નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોને સતાવી રહ્યો છે. આના કારણે ચિંતા પણ પ્રવર્તી રહી છે. ગ્રીનલેન્ડમાં તો એક જ દિવસમાં ૨૦૦ કરોડ ટન બરફ ઓગળી જવાની બાબત ગંભીર ચિંતા ઉપજાવે છે. તાપની સાથે સાથે પવની દિશામાં ફેરફાર પણ આના માટેના કારણ તરીકે છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે આર્કિટક વૃત પૃથ્વીના આશરે ૧-૬ ભાગ પર ફેલાયેલ છે. તેમાં પૃથ્વીના ઉત્તરીય ધ્રુવ અને ઉત્તરીય ધ્રુવીય મહાસાગર તેમજ તેમની સાથે જોડાયેલા આઠ આર્કિટક દેશ કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયા, અલાસ્કા, ાઇસલેન્ડ, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડના ભૂ ભાગ સામેલ છે. હાલના દિવસોમાં આર્કિટક રીજનના ગ્રીનલેન્ડમાં અભૂતપૂર્વ રીતે એક દિવસમાં ૨૦૦ કરોડ ટનથી વધારે બરફ ઓગળી ગઇ હતી. જે કુલ બરફ પૈકી ૪૦ ટકા હિસ્સા તરીકે છે. ગ્રીનલેન્ડમાં ખુબ વધારે પ્રમાણમાં બરફ છે પરંતુ જુનના મધ્ય ભાગમાં આટલા પ્રમાણમાં બરફ ઓગળી જવાની બાબત અસામાન્ય તરીકે છે.
સામાન્ય રીતે ગ્રીનલેન્ડમાં જુનથી ઓગષ્ટના ગાળા દરમિયાન બરફ ઓગળે છે. પરંતુ સૌથી વધારે જુલાઇ મહિનામાં બરફ ઓગળે છે. આ અંદાજ લગાવવા માટે કે કેટલા પ્રમાણમાં બરફ ઓગળતી હશે કોલંબિયા વિવિના કહેવા મુજબ કલ્પના કરો કે વોશિગ્ટનના નેશનલ મોલ ૩૦૯ એકર વિસ્તારમાં છે. તેને પૂર્ણ રીતે બરફથી ભરી દેવામાં આવે અને તેની ઉંચાઇ વોશિગ્ટન સ્મારક (૧૬૯ મીટર)થી આઠ ગણી કરી દેવામાં આવે તો તેની ગણતરી આ રીતે થાય છે. જાર્જિયા વિવિમાં ગ્રીનલેન્ડના જળવાયુ અંગે અભ્યાસ કરી રહેલા થોમસ મોટે કહ્યુ છે કે આ અસામાન્ય છે. પરંતુ અભૂતપૂર્વ નથી. આ પહેલા જુન ૨૦૧૨માં પણ આવી જ ઘટના બની હતી. એ વખતે પણ આટલી જ બરફની ચાદર ઓગળી ગઇ હતી. આટલા મોટા પ્રમાણમાં બરફ ઓગળી જવાની બાબત જળવાયુ પરિવર્તનના એલાર્મ તરીકે છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૬માં બરફ ઓગળી જવાની ગતિ તીવ્ર રહી હતી. રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૬થી આર્કિટકના આશરે એક કરોડ ૧૧ લાખ વર્ગ કિલોમીટરમાં બરફ ઝડપથી ઓગળી રહી છે. વર્ષ ૨૦૧૬માં ગતિ છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી વધારે રહી હતી. જેના કારણે આશરે ૧૨.૭ લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં બરફ ઓગળી ચુકી છે.
વર્ષ ૨૦૧૬માં આર્કિટક ક્ષેત્રના કેટલાક હિસ્સામાં છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી વધારે બરફ ઓગળી ગઇ છે. ૭.૩ ડિગ્રી સેÂલ્સયસ વધારે તાપમાન નોંધાયુ છે. આ તાપમાન વર્ષ ૧૯૮૦ની તુલનામાં ૭.૩ ડિગ્રી વધારે છે. જે કેટલાક સાફ સંકેતો આપે છે. આ સદીના સૌથી મોટા ફેરફાર તરીકે પણ છે. નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો કહે છે કે બરફ સુર્યની કિરણોને પરાવર્તિત કરી નાંખે છે. જેના કારણે ગરમી ઓછી રહે છે. જે બરફને ઓગળવાથી રોકે છે. આને એલ્બેડોકહેવામાં આવે છે. ઓગળવાની આ ઘટના અહીંની સપાટી પરએલ્બેડોમાં પરિવર્તનના કારણે થાય છે. જેના કારણે સુર્યની કિરણો અવશોષિત થાય છે. સાથે સાથે બરફ ઓગળવાના કારણે બને છે., આ ઘટનાઓને જોતા લાગે છે કે વર્ષ ૨૦૧૯માં સર્વાિધક બરફ ઓગળે તેવી શક્યતા છે.
થોમસ મોટ હવામાનના આ તબક્કાને સારી રીતે સતત સમજતા રહ્યા છે. અમારી પાસે એઓક અવરોધક રિજ છે જે સમગ્ર ગ્રીનલેન્ડમાં વસંત દરમિયાન કવચ માટેનુ કામ કરે છે. આ ઉચ્ચ દબાણવાળા રિજ સેન્ટરલ એટલાÂન્ટકથી ગ્રીનલેન્ડના કેટલાક હિસ્સામાં ગરમ અને નમીના પવનને ખેંચે છે. જે બરફના તાપમાનને વધારી નાંખે છે. ભૌગોલિક કારણ પણ બરફ ઓગળી જવા માટે જવાબદાર છે. કેટલાક જાણકાર નિષ્ણાંતો કહે છે કે જા આટલા પ્રમાણમાં પણ બરફ ઓગળવા માટેની બાબત સામાન્ય લાગે છે તો દુનિયાના કેટલાક દેશો માટે આ બાબત ચિંતાજનક હોઇ શકે છે. ખાસ કરીને દરિયાના જળસ્તરમાં વધારા માટે ખતરનાક અને ચિંતાજનક હોઇ શકે છે. મોટ કહે છે કે વૈશ્વિક રૂપથી દરિયામાં જળસ્તર વધવામાં ગ્રીનલેન્ડની મોટી ભૂમિકા રહેલી છે. આખરે કેમ આટલા પ્રમાણમાં બરફ ઓગળી રહી છે તેની ચર્ચા દુનિયાભરમાં હાલ છવાયેલી છે.