મીડિયા મને ટ્રોલ કરવા માટે આટલી ઝનૂની કેમ છે : લલિત મોદી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સેન સાથે રિલેશનના સમાચારો વચ્ચે લલિત મોદીનું નવું નિવેદન સામે આવ્યું છે. લલિત મોદીની સુષ્મિતા સેન સથે મિત્રતા માટે તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા પરંતુ, હવે લલિત મોદીએ પોતાના ટીકાકારોને આકરો જવાબ આપ્યો છે. તમને જણાવી દઇએ કે ૫૬ વર્ષના લલિત મોદીએ તાજેતરમાં જ અભિનેત્રી સુષ્મિતા સેન સાથે ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. સાથે જ લલિત મોદીએ એ પણ લખ્યું કે મારી બેટરહાફની સાથે એક નવી શરૂઆત. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લલિત મોદી અને સુષ્મિતા સેન ચર્ચાનો વિષ્ય બની ગયા હતા.  લલિત મોદીના સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યા બાદ જલદી બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનને ડેટ કરવા માટે લલિત મોદીને ટ્રોલ કરવાની અફવાઓ તેજ થઇ ગઇ.

લલિત મોદીએ કહ્યું ‘મીડિયા મને ટ્રોલ કરવા માટે આટલી ઝનૂની કેમ છે. શું કોઇ સમજાવી શકે છે હું ઇંસ્ટા પર ફક્ત ૨ ફોટા કેમ પોસ્ટ કર્યા છે. મને લાગે છે કે આપણે હજુપણ મધ્યયુગમાં જીવી રહ્યા છીએ ૨ લોકો મિત્ર ન હોઇ શકે અને જો કેમિસ્ટ્રી બરોબર છે અને સમય સારો છે તો અમે સારા મિત્રો કેમ ન બની શકીએ. તેમણે કહ્યું કે મારી સલાહ છે કે, જીવો અને બીજાને જીવવા દો. સાચા સમાચાર લખો ના કે ખોટા સમાચાર ફેલાવો. હું તમને એક વાત કહી દઉ કે કે મારી દિવંગત પત્ની મીનલ મોદી મારી સારી મિત્ર હતી. તે મારી માતાની મિત્ર ન હતી. અમારી વચ્ચે સારી અંડરસ્ટેન્ડિંગ હતી. એટલા માટે અમે લોકોએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા.  સાથે જ તેમણે મીડિયા સંસ્થાઓને એ પણ ભલામણ કરી હતી કે તેમણે ભાગેડૂ કહેવાનું બંધ કરો. તે કોઇ ભાગેડૂ નથી. કોર્ટે મને નિર્દોષ ગણાવ્યો છે.

લલિત મોદીએ કહ્યું કે જ્યારે તે બીસીસીઆઇમાં પદાધિકારી બન્યા, તો તેમની પાસે ફક્ત ૪૦ કરોડ રૂપિયા હતા, જે ૨૦૧૩ માં વધીને ૪૭,૬૮૦ કરોડ રૂપિયા થઇ ગયા.

Share This Article