મુંબઈ : તાજેતરમાં પાકિસ્તાનના લોકપ્રિય ટિકટોક સ્ટાર મિનાહિલ મલિકનો એક કથિત પ્રાઇવેટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેનો પ્રાઇવેટ વીડિયો વાયરલ થયા બાદ હોબાળો થયો હતો. વાયરલ વીડિયોમાં મિનાહિલ મલિક તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળે છે. વીડિયોને મિનાહિલે નકલી અને મોર્ફ્ડ ગણાવ્યો છે. જો કે, આ દરમિયાન પાકિસ્તાની અભિનેત્રી મિશી ખાને દાવો કર્યો છે કે મિનાહિલ મલિકે જાણી જોઈને લોકપ્રિયતા હાંસલ કરવા માટે વીડિયો લીક કર્યો છે. મિશી ખાને દાવો કર્યો છે કે મલિકે આ પગલું બોલિવૂડની ફિલ્મ ‘હિરોઈન’ પરથી પ્રેરણા લઇને લીધું છે, જેમાં કરીના કપૂરે તેના પ્રમોશન માટે પોતાનો વીડિયો લીક કર્યો છે.
મિશી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે મિનાહિલ મલિકે ફેમસ થવા માટે ખોટા પગલા ઉઠાવ્યા છે. મિશી ખાને સીધું મલિકનું નામ લીધું ન હતું. મિશી ખાને સોશિયલ મીડિયા પર આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા અને આવા લોકોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. મલિકે કહ્યું હતું કે શું કોઈ વ્યક્તિ બીજાનો ડીપફેક વીડિયો બનાવવા માટે પૈસા ખર્ચ કરશે? આ પ્રકારનું કામ સમાજ અને પરિવાર માટે ગંભીર પરિણામો લાવી શકે છે. મિનાહિલ મલિકે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે અને આ વીડિયોને ફેક ગણાવ્યો છે. જો કે સોશિયલ મીડિયા પર લોકો આ મુદ્દે અલગ-અલગ અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.