આપણે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે પુર આવે છે ત્યારે ડુબી જવાથી બચવા માટે ઉંદરો, સાંપ અને અન્ય જીવ જન્તુ પણ જે તક મળે છે તે તક ઝડપી લે છે. નજીકના કોઇ વૃક્ષ કે અન્ય સહાયક કોઇ ચીજને પકડી લે છે. કહેવત છે કે મરનાર વ્યક્તિ શુ કરતી નથી. આજે આવી જ સ્થિતી દેશના રાજકારણમાં જાઇ શકે છે. થોડાક દિવસ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના આવાસ પર નેતાઓની ભીડ જામી હતી. જેમાં મોટા ભાગના એવા લોકો હતા તેમની સામે કોઇને કોઇ પ્રકારની તપાસ ચાલી રહી છે. કોઇને કોઇ પ્રકારની તપાસ હેઠળ તેમને કાયદાકીય ચક્કર લગાવવા પડી રહ્યા છે.
જા ઇતિહાસ પર નજર કરવામા આવે તો આમાંથી મોટા ભાગના લીડરો એવા હતા જે વિતેલા વર્ષોમાં કોંગ્રેસ પાર્ટીની સામે લડત ચલાવતા હતા. આ લોકો કોંગ્રેસની સામે લડત ચલાવીને પોત પોતાના વિસ્તારમાં સત્તામાં આવ્યા હતા. આજે જ્યારે કેન્દ્રમાં એક ઇમાનદાર સરકારનો અનુભવ લોકો કરી રહ્યા છે અને એકપક્ષી એક સારા નિર્ણય કરવામાં આવી રહ્યા છે ત્યારે એકબીજાને સતત હજુ સુધી ગાળો આપવાનુ કામ કરનાર એક મંચ પર ભેગા થઇ રહ્યા છે. જ્યારે ઇમાનદાર સરકાર આ પ્રકારના ભેગા થયેલા લોકોના કામના હિસાબો માંગી રહી છે ત્યારે આ તમામ ચોકીદાર ચોર હે તેમ કહીને જોરશોરથી નારા લગાવી રહી છે. તમામ લોકો એક મંચ પર નાટ્યાત્મક રીતે ભેગો થઇ રહ્યા છે. નિષ્ણાંતો અને સામાન્ય લોકો સારી રીતે જાણે છે કે દેશના તમામ લોકોને એક સાથે સંતુષ્ટ કરવાની બાબત સરળ નથી. કેટલાક મુદ્દાને લઇને પ્રજામાં નારાજગી હોઇ શકે છે.
પરંતુ પ્રજા આજે વિપક્ષ પાસેથી કોઇ પણ પ્રકારની અપેક્ષા રાખી શકે છે. મોદી હટાવો ઝુંબેશમાં લાગેલા તમામ નેતાઓ વિતેલા વર્ષોેમાં એકબીજા સામે લડતા રહ્યા છે. તેમને ગાળો આપતા રહ્યા છે. આજે જુદા જુદા કારણોસર અને કેટલીક મજબુરીના કારણે બધા એક મંચ પર આવી રહ્યા છે અને મોદીને દુર કરવા માટે બુમાબુમ કરી રહ્યા છે. તમામ લોકો સારી રીતે સમજી શકે છે કે છેલ્લા સાઢા ચાર વર્ષના ગાળામાં ભારતની પ્રતિષ્ઠા વિશ્વના દેશોમાં સુધરી છે. આજે વિશ્વમાં ભારતની નોંધ લેવામાં આવી છે. કેવા સાહસી નિર્ણય કરવામાં આવી રહ્યા છે. દેશની પ્રજા આજે આ બાબત પણ સમજી રહી છે કે દેશના હિતમાં કોઇ નિર્ણય કરવાની ક્ષમતા આવી રહી છે તો તે ભાજપ પાસે દેખાઇ રહી છે. કેટલાક સારા કામ દેશહિતમાં થઇ શકે છે તો તે માત્ર ભારતીય જનતા પાર્ટી સરકાર કરી શકે છે. જે કામ થઇ શક્યા ન હતા તે કામોને આજે મોદી સરકાર આગળ વધારી શકી છે. કોઇએ પહેલા કલ્પના કરી ન હશે કે લાલુ યાદવ, છગન ભુજબુલ, સજ્જન કુમાર અને અન્ય દોષિતોને સજા કરવામાં આવશે. ભારતને ક્યારેક બનાના રિપÂબ્લક કહેનાર રોબર્ટ વાઢેરાની પુછપરછ પણ તપાસ સંસ્થા દ્વારા હવે કરવામાં આવી રહ છે. દેશને લુંટી લેનાર લોકોના પર્દાફાશ થઇ રહ્યા છે. બંગાળમાં શારદા ચિટ ફંડ મામલામાં જે વ્યક્તિ પુરાવાને નષ્ટ કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે તે વ્યક્તિને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી મદદ કરી રહ્યા છે. કોઇએ એવુ માન્યુ ન હશે કે દુનિયામાં એફડીઆઇના મામલે ભારત સરતાજ બની જશે. સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ભારત આજે તેજ ગતિથી આગળ વધતા દુનિયાના દેશો હેરાન છે.
વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. કોઇએ એવુ વિચાર્યુ હતુ કે ભારતમાં પોન પર વાતચીત મફત પણ થઇ શકે છે. ત્રણ રૂપિયામાં એક જીબી મોબાઇલ ડેટા મળશે તેવી વિચારણા પણ કોઇએ કરી હતી. ક્યારે કોઇએ વિચાર્યુ હતુ કે સવર્ણ વર્ગના ગરીબ લોકોને પણ ૧૦ ટકા અનામત મળી શકે છે. તેમની પિડા આજે સાંભળી લેવામાં આવી છે. એક પછી એક દેશ હિતમાં અનેક સાહસી નિર્ણય કરવામાં આવી રહ્યા છે. નોટબંધી અને જીએસટી જેવા મોટા આર્થિક સુધારા હાથ દરવામાં આવ્યા હતા. કોઇએ વિચાર્યુ હતુ કે ખેડુતોને પણ વેતન મળી શકે છે. ભારતમાં હાઇ સ્પીડ ટ્રેન ચાલી શકે છે અને બુલેટ ટ્રેનના સપના પણ જાઇ શકાય છે. દેશના તમામ લોકોના બેંક ખાતા હશે તેવુ પણ ક્યારેય કોઇએ વિચાર્યુ ન હતુ. આજે સૌર ઉર્જા અને મોબાઇલ નિર્માણના મામલે ભારત આજે વિશ્વમાં બીજા નંબર પર છે. સબસિડીના પૈસા બેંક ખાતામાં આજે સીધી રીતે આવી રહ્યા છે. તમામ પેમેન્ટ થોડીક મિનિટોમાં જ ખાતામાં આવી જશે તેવી કોઇએ કલ્પના પણ કરી ન હશે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો કહી શકાય છે કે દેશની પ્રજા સમક્ષ બીજા કોઇ વિકલ્પ નથી. જેથી બંને હાથ ઉપર કરીને પૂર્ણ તાકાત સાથે ભારત માતાની જય બોલવાની જરૂર છે. ફરી એકવાર મોદી સરકાર રહે તે દિશામાંઆગળ વધવાની જરૂર છે.