સુખ અને દુ:ખ માણસે કરેલા કર્મોનું ફળ છે. હિન્દુ ધર્મ એટલે ભક્તિ. દરેક હિન્દુ પૂજા-પાઠ કરતો જ હોય છે. ગીતામાં કહ્યું છે કે જેવા કર્મ કરશો તેવું જ ફળ મળશે. વાસ્તુ, આધ્યાત્મ અને જ્યોતિષ વિદ્યા હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા છે. આ દરેક વસ્તુ વ્યક્તિને સુખી અને સફળ બનાવવા માટે રચાયેલી છે. અજાણતા કરેલા એવા ઘણા કાર્યો દુ:ખનું કારણ બની શકે છે. એવા જ ઘણા કાર્યો કરવાથી લક્ષ્મી દુર જાય છે, તો આવો જાણીએ ક્યા કાર્યો કરવાથી લક્ષ્મી દુર જાય છે.
- તમારા ઘરના મુખ્ય દ્વારની સામે કચરો ના રાખવો, અને ત્યાં પાણી પણ એકત્ર ન થવા દેવું. આવુ કરવાથી પાડોશી પણ શત્રુ બની જોય છે.
- રાત્રે સુતા પહેલા રસોડામાં પાણીની ડોલ ભરીને રાખો, તેનાથી ઘરમાં સમૃદ્ધીનો વાસ રહે છે. ખાલી ડોલ ઘરમાં તણાવ અને ચીંતા લઇને આવે છે.
- સુર્યાસ્ત બાદ કોઇના ઘરે ડુંગળી, દૂઘ, દહી, મીઠુ લેવા ન જાઓ, આનાથી જીવનમાં મુશ્કેલીઓ વધે છે.
- જ્યારે યાત્રા માટે નીકળો છો તો ઘરના દરેક સભ્યોએ સાથે ના નીકળવું, આવું કરવાથી ઘરની લક્ષ્મી અને યશનો નાશ થાય છે.
- માળીયામાં જૂના માટલા કે ટૂટેલા ઘડા ના રાખવા, ખાસ કરીને રસોઇના માળીયા પર ના રાખવા.
- ક્યારેય કોઇની ગરીબી કે અપંગતાની મજાક ના બનાવો અને તેની નકલ પણ ના કરો. કોઇની લાચારીની મજાક ઉડાવવાથી લક્ષ્મીજી નારાજ થાય છે.
- ટૂટેલા અરીસાને ઘરમાં ના રાખવો અને ટૂટેલા કાંસકાનો પણ ઉપયોગ ના કરવો જોઇએ, આનાથી નકારાત્મકતાનો પ્રવેશ થાય છે.
લક્ષ્મીજીને સદાય ઘરમાં વાસ કરાવવો હોય તો આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.