ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ૩૭ વર્ષનો છે. રોહિતે પોતાની પત્ની અને કેટલાક મિત્રોની સાથે જન્મદિવસની ઉજવણી કરી છે. રોહિત હાલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી આઈપીએલ રમી રહ્યો છે અને ટુંક સમયમાં ટી ૨૦ વર્લ્ડકપમાં ભારતીય ટીમની કમાન પણ સંભાળશે. આજે આઈપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ છે. આજે મુંબઈની ટીમ લખનૌને હાર આપી હિટમેનને જન્મદિવસની જીતની ગિફટ આપવા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો આજે જન્મદિવસ છે. રોહિતે ક્રિકેટમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે.
હિટમેને વનડેમાં ૩ બેવડી સદી ફટકારી છે. તેમજ વનડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર ૨૬૪ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. સૌથી વધુ ચોગ્ગા અને વનડેમાં સૌથી વધુ સદી પણ ક્રિકેટરના નામે છે. રોહિત શર્માએ જ્યારથી ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કર્યું છે ત્યારથી ૪૫ નંબરની જર્સી પહેરતો જાેવા મળ્યો છે.
તેમણે આ મામલે આઈસીસીના એક વીડિયોમાં ખુલાસો પણ કર્યો હતો. આ પાછળ બીજું કોઈ કારણ નથી. તેમની માતાને આ નંબર પસંદ છે એટલા માટે તે ૪૫ નંબરની જર્સી પહેરે છે. ૩૦ એપ્રિલ ૧૯૮૭ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા રોહિત શર્માએ અત્યારસુધી ૨૬૨ વનડે ઈન્ટરનેશનલ મેચમાં ૧૦૭૦૯ રન બનાવ્યા છે. ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૩૯૭૪ રન બનાવી ચુક્યો છે. તેમજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૯૭ સિક્સ ફટકારી છે.