આ વખતે સલમાન લોકોનું અભિવાદન કરવા કેમ ના આવ્યો ઘરની બહાર?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન હાલ આગામી ફિલ્મ કભી ઈદ કભી દિવાળીના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે, વ્યસ્તતા વચ્ચે પણ સલમાન ખાન પોતાના ફેન્સ માટે સમય કાઢી જ લે છે. દર વર્ષે ઈદ પર સલમાન ખાન પોતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવીને ફેન્સનું અભિવાદન કરે છે. પરંતુ આ વર્ષે એક્ટરે ફેન્સને નિરાશ કર્યા હતા. સલમાન ખાન આ વર્ષે ઈદ પર ફેન્સનું અભિવાદન કરવા કેમ ના આવ્યો તેનું કારણ પણ સામે આવ્યું છે. સલમાન ખાન ચાલુ વર્ષે સુરક્ષાના કારણોસર ઈદ પર ફેન્સને મળવા નહોતો આવ્યો. લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી મળેલી ધમકી બાદ સલમાન ખાન જાહેરમાં આવવાનું ટાળી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે, ૧૦ સ્પેશિયલ ફોર્સ ઓફિસરોને પણ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત સુરક્ષા કારણોસર એક્ટરના બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારમાં ૧૫ સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સ્પેશિયલ ફોર્સ ઓફિસરો સલમાન ખાન સાથે તેની ફિલ્મના સેટ પર પણ જાય છે.

તાજેતરમાં જ સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો. કથિત રીતે આ પત્ર લોરેન્સ બિશ્નોઈની ગેંગે મોકલ્યો હતો. હસ્તીમલ સારસ્વતને આ પત્ર કોર્ટમાં તેમના ચેમ્બરની બહાર મળ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, પત્રમાં લખવામાં આવ્યું હતું, “તારી હાલત પણ મૂસેવાલા જેવી થશે. અમે કોઈને છોડીશું નહીં. તારા પરિવારના સભ્યોને પણ નહીં.” મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના નામના શરૂઆતના અક્ષર અનુક્રમે ન્.મ્., ય્.મ્. પણ પત્રના અંતે લખવામાં આવ્યા હતા. અગાઉ એવા પણ અહેવાલો હતા કે સલમાન ખાનની હત્યા માટે એક ગેંગ મેમ્બરને ગોઠવવામાં આવ્યો હતો પરંતુ છેલ્લી ઘડીએ તે ડરી જતાં પ્લાન ફ્લોપ થયો હતો. દરમિયાન, બોલિવુડ કિંગ ખાન શાહરૂખ ઈદના દિવસે નિયમ પ્રમાણે, ફેન્સનું અભિવાદન કરવા પોતાના ઘરની બાલ્કનીમાં આવ્યો હતો. ‘મન્નત’ની બહાર ઊભેલા ફેન્સનું અભિવાદન કરીને તેમને ખુશી કરી દીધા હતા. શાહરૂખ સાથે તેનો દીકરો અબરામ પણ હતો.

Share This Article