સૈફ અલી ખાને બીજા લગ્ન કર્યા ત્યારે અમૃતા સિંહે કેમ બીજા લગ્ન ન કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એક સમય હતો જ્યારે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પ્રેમની ચર્ચા દરેક જગ્યાએ થતી હતી. બંનેએ વર્ષ ૧૯૯૧માં લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ વર્ષ ૨૦૦૪માં જ્યારે સૈફ અલી ખાન  અને અમૃતા સિંહે છૂટાછેડા લીધા બાદ અલગ થવાનો ર્નિણય કર્યો ત્યારે લોકોને આંચકો લાગ્યો હતો. સૈફ સાથેના લગ્ન સમયે અમૃતા સિંહ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી.

તે જ સમયે, સૈફ અલી ખાન  તે દિવસોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી રહ્યો હતો. જાે કે સૈફે કોઈની પણ પરવા કર્યા વગર પોતાનાથી ૧૨ વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા. ૧૯૯૧માં લગ્ન બાદ સૈફ અલી ખાન અને અમૃતા સિંહ બે બાળકોના માતા-પિતા બન્યા હતા. સારા અલી ખાન  અને ઈબ્રાહીમ અલી ખાન. અમૃતાએ વર્ષ ૧૯૯૫માં સારા અલી ખાન અને વર્ષ ૨૦૦૧માં ઈબ્રાહિમ અલી ખાનને જન્મ આપ્યો હતો.

જાે કે, બાળકોના જન્મ પછી તરત જ સૈફ અને અમૃતા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી. આખરે લગ્નના ૧૩ વર્ષ બાદ બંનેએ અલગ થવાનો ર્નિણય લીધો હતો. અમૃતા સિંહથી અલગ થયા બાદ સૈફ અલી ખાને વર્ષ ૨૦૧૨માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. ૨૦૦૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ટશન’ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ સૈફ અને કરીનાએ લગ્ન કરી લીધા.

આજે કરીના કપૂર ખાન સૈફ અલી ખાનના  બે બાળકો તૈમૂર અને જહાંગીર અલી ખાનની માતા પણ બની છે. જાે કે, ઘણા લોકો જાણવા માંગે છે કે અમૃતા સિંહ સૈફ અલી ખાનની  જેમ ફરી કેમ સેટલ ન થઈ? ખરેખર, સૈફથી છૂટાછેડા પછી, અમૃતાએ બંને બાળકો એટલે કે સારા અને ઇબ્રાહિમની કસ્ટડી મેળવી લીધી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેના બંને બાળકોના સારા અને યોગ્ય ઉછેરના કારણે અમૃતાએ ફરી ક્યારેય લગ્ન કર્યા નથીબોલિવૂડના નાના નવાબ સૈફ અલી ખાને વર્ષ ૨૦૦૪માં અમૃતા સિંહથી છૂટાછેડા લીધા હતા. આ પછી તેણે વર્ષ ૨૦૧૨માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા.

Share This Article