સંજય દત્તની ફિલ્મ સંજૂને રિલીઝ થવાને હવે થોડા દિવસની જ વાર છે. સંજુનુ ટ્રેલર, સોંગ અને વિડીયો લોન્ચ થઇ ગયા છે. ટ્રેલર જોયા બાદ દરેક વ્યક્તિને સમજાય છે કે, સંજય દત્તનું જીવન ભરપૂર ઉતાર ચડાવથી ભરેલુ છે. આ જ ઉતાર ચડાવને રાજકુમાર હિરાણીએ ફિલ્મ સંજૂમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સંજૂના ટ્રેલર બાદ સંજય દત્ત એક ચર્ચાનો વિષય બન્યો છે. સંજય દત્તના જીવનને લગતી બાબત ધીરે ધીરે સામે આવી રહી છે.
સંજુના ટ્રેલરમાં એક સિન બતાવવામાં આવ્યો છે, જેમાં સંજુ ભીખ માંગતો બતાવવામાં આવ્યો છે. લોકોને પ્રશ્ન થાય કે સુનિલ દત્ત અને નરગિસ જેવા દિગ્ગજ અને અમીર કુટુંબનો દિકરો ભીખ શા માટે માંગી રહ્યો છે. તેના જવાબમાં રાજકુમાર હિરાણીએ પોતાના વેરિફાઇડ એકાઉન્ટથી ટ્વિટ કર્યુ હતુ. તેમણે જવાબ આપ્યો હતો કે સંજુ જ્યારે ડ્રગ એડિક્ટ બની ગયો હતો, ત્યારે અમેરિકામાં તેને એક નશા મુક્તિ કેન્દ્રમાં મુકવામાં આવ્યો હતો. સંજુ જેમ તેમ કરીને ત્યાંથી ભાગી છુટ્યો હતો. બાદમાં તેણે રસ્તા પર ભીખ માંગી હતી જેથી તેના મિત્ર પાસે જવાની બસ ટિકીટ ખરીદી શકે.
સંજય દત્તનું જીવન ભરપૂર ઉતાર ચડાવભર્યુ રહ્યું છે. હવે સંજુ ફિલ્મ બોક્સ ઓફિસ પર શું ધૂમ મચાવે છે તે ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.