રણવીર સિંઘને દિપીકાએ કેમ કહ્યુ “નો”..!!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રવીવારે રણવીર સિંઘે પોતાના બાળપણની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેણે અલગ જ પ્રકારની હેરસ્ટાઇલ રાખેલી છે. તે તસવીર ઉપર રણવીરે કેપ્શન લખ્યુ હતુ કે, avant grade since 1985. જેના પર દિપીકા પાદુકોણે લાંબુ નો લખીને કમેન્ટ કરી હતી. રણવીર બાળપણમાં પણ એવો જ શેતાની હતો જેવો તેને તેની ફિલ્મોમાં બતાવવામાં આવે છે.

WhatsApp Image 2018 06 25 at 12.28.09 PM e1529909912400

આયુષમાન ખુરાના, અદિતી રાવ હૈદરી, અર્જુન કપૂર, ડાયેના પેન્ટી વગેરેએ પણ તેના આ ફોટો પર કમેન્ટ કરી હતી. અમાલ મલિક અને સિદ્ધાંત કપૂરે પણ રણવીરના આ ફોટો પર કમેન્ટ કરી હતી.  આયુષમાને તો તેની આ હેરસ્ટાઇલને ગુલશન ગ્રોવરની વિશ્વાત્મા ફિલ્મની હેરસ્ટાઇલ સાથે સરખાવી હતી.

બોલિવુડની હસ્તીઓએ તો રણવીરના આ ફોટો પર કમેન્ટ કરી છે, તે સિવાય ભારતીય ક્રિકેટર શિખર ધવને પણ રણવીર સિંઘની આ તસવીર પર કમેન્ટ કરી હતી. ઉલ્લેખનિય છે કે, દિપીકા પાદુકોણે આ પહેલા પણ રણવીરના એક ફોટો પર માઇન એવી કમેન્ટ કરી હતી.  બંનેની રિલેશનશીપ ખાસી ક્યુટ છે. તે આ કમેન્ટ પરથી સાબિત થાય છે.

Share This Article