અભિનેતા બન્યા પહેલા રણવીર સિંહ એડવરટાઈઝિંગ એજન્સી માટે કોપીરાઈટર બનવા માંગતા હતા. રણવીરને લખવાનું ખુબ જ પસંદ છે. અભિનેતાના મતે, જ્યારે તે ઈન્ટર્ન હતા, ત્યારે પણ તે સારામાં સારા ક્રિએટિવ ડિરેક્ટર્સ કરતાં વધુ સારી કોપીરાઈટીંગ કરતા હતા. તેણીએ એ પણ જણાવ્યું કે તે કોપીરાઈટીંગ જ હતી, જેનાથી તેના અભિનય કારકિર્દીના આવેલા ખરાબ સમયમાં તેની મદદ કરી હતી. IAA ઇવેન્ટમાં સામે આવેલા એક વીડિયોમાં રણવીર સિંહે આ વિશે ખુલાસો કરતા જોવા મળ્યા છે. તેમણે જણાવ્યું કે, મેં પોતે મારી પહેલી જાહેરાત જાતે જ લખી હતી. રણવીર કહે છે, ‘મેં મારી પહેલી જાહેરાત જાતે લખી હતી. તે ડ્યુરેક્સ કોન્ડોમ માટે હતું. મારી પહેલી ફિલ્મ હિટ રહી હતી.
બીજી અને ત્રીજી ખાસ નહોતી. તો મને એડવરટાઈઝિંગને મારી પાસે આવવામાં લાંબી રાહ જોવી પડી હતી. મારા પ્રથમ વર્ષ પછી મારી પાસે કોલા બ્રાન્ડ્સ, ટેલિકોમ બ્રાન્ડ્સ જેવી જાહેરાતો આવી હતી. પછી મને કહેવામાં આવ્યું કે હવે આવું ના કરો, તમારી બીજી ફિલ્મ હિટ થઈ જશે, પછી તમે જે પૈસા માંગશો તેના માટે અમે તમને જાહેરાતો કરાવીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પછી મારી બીજી ફિલ્મ ફ્લોપ થઈ ગઈ અને બધા ભાગી ગયા. ત્યારે મારે ચાર વર્ષ સુધી લાંબી રાહ જોવી પડી હતી. અમુક ચીજો આગળ વધી રહી નહોતી અને હું પરેશાન થઈ ગયો હતો કારણ કે મારા પણ અમુક સપનાઓ અને આકાંક્ષાંઓ હતી. ત્યારે મેં વિચાર્યું કે હું એક ફિલ્મ સ્ટાર અને બ્રાન્ડ એન્ડોર્સર બનીશ. તો મારી પાસે ડ્યૂરેક્સ કંડોમ્સ માટે એક જાહેરાતનો આઈડિયા હતો. મેં મારા પોતાના મેનેજમેન્ટ પાસેથી તેમને ફોન કરાવ્યો હતો અને પુછ્યું હતું કે, શું તેઓ મારી સાથે કામ કરવા ઈચ્છે છે. તેમણે હા માં જવાબ આપ્યો હતો અને પછી શું થયું તે તો તમે બધા જાણો જ છો. ૨૦૧૦માં આવેલી બોલિવુડ ફિલ્મ બેન્ડ બાજા બારાત થી રણવીર સિંહે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ૨૦૧૪માં રણવીરને પહેલી જાહેરાતમાં જોવામાં આવ્યો હતો. રણવીરે કંડોમ બ્રાન્ડ ડ્યૂરેક્સની જાહેરાતમાં કામ કર્યું હતું. ]
આ જાહેરાતનું નામ ડૂ ધ રેક્સ હતું. રણવીરે તેમાં એક્ટિંગની સાથે સાથે તેનું ગીત પણ લખ્યું અને ગાયું પણ હતું. ટેબૂ ટોપિક વિશે સારી ભાષામાં લખવા માટે રણવીરની પ્રશંસા પણ થઈ હતી.બોલિવુડમાં રણવીર સિંહ સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક છે. રણવીર અત્યારે જાહેરાત ખબરોમાં સૌથી વધુ ચમકતો ચહેરો છે. તાજેતરમાં મોટાભાગની જાહેરાતોમાં રણવીર સિંહ જોવા મળી રહ્યો છે. રણવીર સિંહે નૂડલ્સથી લઈને સોફ્ટ ડ્રિંક્સ અને કોન્ડોમ સુધી કંઈ બાકી મૂક્યું નથી. એવામાં, થોડા સમય પહેલા ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ એસોસિએશન એ રણવીર સિંહને વર્ષનો શ્રેષ્ઠ એન્ડોર્સર ઓફ ધ વર્ષનો એવોર્ડ આપ્યો હતો. આ એવોર્ડ મેળવ્યા બાદ રણવીરે ખુલાસો કર્યો હતો કે તેણે પોતાની પહેલી જાહેરાત જાતે લખી હતી.