ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ પક્ષો દ્વારા જાતિગત સમિકરણોને ધ્યાનમાં રાખીનેસંમેલનો કરવામાં આવતા હોય છે. ત્યારે કોગ્રેસ દ્વારા ધોળકાના વટામણે ખાતે ઓબીસી સંમેલન કરવામાં આવ્યુ હતુ.તાજેતરમાં કોંગ્રેસની નેતાગીરી પર અનેક ગંભીર આક્ષેપો કરીને પાર્ટી છોડનારા પાટીદાર નેતા હાર્દિક પટેલે ફરી એકવાર કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. હાર્દિક પટેલે હિંદુઓ અને ભગવાન રામ પ્રત્યે કથિત નફરતને લઈને પાર્ટી નેતૃત્વ પર નિશાન સાધ્યું છે. હાર્દિક પટેલે બે ટિ્વટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
હાર્દિકે જણાવ્યું હતું કે, મેં અગાઉ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે, હંમેશા હિન્દુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અનેગુજરાત કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું હતું કે, રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરે છે. કોંગ્રેસે હંમેશા હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડી હોવાનો આક્ષેપ કરતાં, હાર્દિક પટેલે પાર્ટી અને તેના નેતાઓને પ્રશ્ન કર્યો કે, તેઓ ભગવાનરામની વિરુદ્ધ કેમ છે.
હાર્દિકે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે, ભગવાન શ્રી રામ સાથે તમને શુંદુશ્મની છે? હિંદુઓ પ્રત્યે આટલી નફરત શા માટે? સદીઓ પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર પણ બની રહ્યું છે. તેમ છતાંકોંગ્રેસના નેતાઓ ભગવાન શ્રી રામ વિરૂદ્ધ બેફામ નિવેદનો આપતા રહે છે. કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ હાર્દિક પટેલનું નિવેદન આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ઓબીસીસભાને સંબોધતા સોલંકીએ કહ્યું હતું કે, ભાજપે હંમેશા રાજકીય લાભ માટે ભગવાન રામના નામનો ઉપયોગ કર્યો છે અને લાખો હિન્દુઓનીભાવનાઓ સાથે રમત રમી છે. રામ મંદિરના નિર્માણ માટે ૮૦ ના દાયકામાં લોકોએ રામશિલાને ખૂબ જ સન્માન સાથે દાન આપ્યું હતું,પરંતુ તેઓએ ક્યારેય રામશિલાની કાળજી લેવાની તસ્દી લીધી નથી. ભારતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, જે લોકો રામને છેતરી શકે છે. તે આપણને કેમ ના છતરી શકે ભાજપે રામ મંદિરના નામે કોરોડો રૂપિયાઉઘરાવ્યા છે.
ભાજપે રામ મંદિરના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યુ હતુ કે, માધવસિંહ સોલંકીને કોગ્રેસેમુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓબીસી સમાજને નેતૃત્વ આપ્યુ હતુ ભાજપ હિન્દુ અને હિન્દુ ધર્મના નામે ભાગલા પાડે છે. શુ ઓબીસી હિન્દુ નથી.શુ આદિવાસી ઓબીસી નથી?