નવી દિલ્હી : બંધારણ સભાની પ્રથમ બેઠક સોમવારે ૯મી ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે સવારે ૧૧ વાગે શરૂ થઈ હતી જેમાં ૨૧૦ સભ્યો ઉપસ્થિત હતા. ૧૧મી ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે બંધારણ સભાની બેઠકમાં ડા. રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા જે અંત સુધી આ હોદ્દા ઉપર રહ્યા હતા. ૧૩મી ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે પંડિત જવાહરલાલ નહેરુએ બંધારણના ઉદ્દેશ્ય સાથે સંબંધિત પ્રસ્તાવ સભામાં રજૂ કર્યો હતો જે ૨૨ જાન્યુઆરી ૧૯૪૭ના દિવસે પસાર કરી દેવામાં આવ્યો હતો. આની કેટલીક બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. આમ જણાવવામાં આવ્યું હતું કે ભારત પોતાની રીતે પોતાના કાયદાઓ બનાવશે અને અમલી બનાવશે. ૨૬મી જાન્યુઆરીના દિવસે જ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે તેના પાછળ પણ કેટલાક કારણો રહેલા છે. ૨૬મી જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ પણ ગણવામાં આવે છે.
૨૬મી જાન્યુઆરીના દિવસે ઉજવણી કરવા માટે ઘણા કારણ છે. દર વર્ષે ૨૬મી જાન્યુઆરીના દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ગણવામાં આવે છે. આ દિવસે તમામ સ્વતંત્રતા લડવૈયાઓ પ્રચારમાં જાડાય છે. આ રીતે ૨૬મી જાન્યુઆરી બિન જાહેર રીતે ભારતના સ્વતંત્ર દિવસ તરીકે છે. ૨૫મી નવેમ્બર ૧૯૪૯ના દિવસે દેશના બંધારણને મંજૂરી મળી હતી. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે તમામ સાંસદો અને ધારાસભ્યોએ આના ઉપર હસ્તાક્ષર કર્યા હતા ત્યારબાદ બંધારણ અમલી કરવાની જાહેરાત કરાઈ. ભારતીય બંધારણ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે અમલી કરાયો હતો. તમામ કારણોસર પ્રજાસત્તાક દિવસની ઉજવણી ૨૬મી જાન્યુઆરીએ થાય છે.