આત્મઘાતી હુમલાખોરોમાં સ્થાનિક કાશ્મીરી યુવાનોના હિરો કેમ દેખાય છે. આના કારણ પણ કેટલાક રહેલા છે.વાસ્તવિકતા એ પણ છે કે રાજ્યમાં દશકોથી એક પછી એક અસ્થિર સરકારોના દોરમાં સામાજિક આર્થિક અને અન્ય સંબંધિત વિકાસની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં એ ગતિથી વધી શકી નથી જે ગતિથી અન્ય રાજ્યોમાં વધી છે. આજે સ્થિતી એ થઇ છે કે જમ્મુ કાશ્મીરના યુવાનો કાશ્મીરની અંદર કેરિયર બનાવવામાં સફળ સાબિત થઇ રહ્યા નથી.
સાથે સાથે રાજ્યની બહાર જઇને પણ કાશ્મીરી યુવાનો સફળ કેરિયર બનાવી શક્યા નથી. અભ્યાસ, ખેલકુદ, સાંસ્કૃતિક ગતિવિધીમાં તેમની ઇર્જાને રચનાત્મક રીતે ઉપયોગ કરવામાં સફળતા મળી નથી. સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકાર તેમની સાથે વાતચીત કરે તે જરૂરી છે. તેમની સમસ્યાને સમજીને તેમના હિતમાં કેટલીક નિતી બનાવે તે જરૂરી છે. આવી યોજના બનાવવી પડશે જેથી દેશભરમાં તેમની અવર જવર વધારે સ્વતંત્ર બની શકે. સામાન્ય બાબત એ છે કે કાશ્મીરી યુવાનોને આ બાબતની ખાતરી આપવી પડશે કે સરકાર તેમને પોતાના માને છે. સમગ્ર દેશ તેમના ઘર તરીકે છે. કાશ્મીરી યુવાનોને પણ સમજી લેવાની જરૂર છે કે ત્રાસવાદના કારણે ક્યારેય કોઇ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે પોતાના અવાજને ઉઠાવવામાં આવે તે જરૂરી છે.
સારી બાબત એ છે કે વાતચીત મારફતે આગળ વધવામાં આવે. કાશ્મીરી યુવાનોની સામે જે સમસ્યાઓ છે તેવી સમસ્યા દેશના અન્ય ભાગોમાં રહેતા યુવાનોની અંદર પણ છે. પરંતુ હિંસા અને ત્રાસવાદી ગતિવિધી તરફ યુવાનો કોઇ દિવસે પ્રેરિત થતા નથી. વિરોધ પ્રદર્શન અને દેખાવો અને આંદોલન લોકશાહી રીતે કરવામાં આવે છે. આ યોગ્ય તરીકો પણ છે. કેટલાક કટ્ટરપંથીઓ કાશ્મીરી યુવાનોમાં રહેલા અસંતોષનો લાભ લઇને તેમને ત્રાસવાદી માર્ગ પર પ્રેરિત કરે છે. કોઇ પણ વ્યક્તિ હોય, ગેરમાર્ગે દોરનાર વ્યક્તિ હોય પરંતુ કાશ્મીરી યુવાનોને સમજી લેવાની જરૂર છે કે આનાથી કોઇ ફાયદો થનાર નથી. પથ્થરબાજી કરીને સુરક્ષા દળોના દેશના દુશ્મનોની સામે ઓપરેશનને રોકવાથી કોઇ ફાયદો થશે નહીં. કારણ કે સેના અને સુરક્ષા દળો તો ઓપરેશનને પાર પાડનાર છે પરંતુ અડચણો ઉભી કરનાર કટ્ટરપંથી યુવાનોના મોત પણ આમાં થઇ શકે છે. આધુનિક સમયમાં ત્રાસવાદી ગતિવિધી તરફ પ્રેરિત થઇને બન્દુક ઉઠાવવાના બદલે હાથમાં પેન, કોમ્પ્યુટર નવી નવી ટેકનોલોજી સાથે કાશ્મીરી યુવાનો આગળ આવે તે જરૂરી છે. આનાથી તેમની કુશળતા સાબિત કરી બતાવવાની પણ જરૂર છે.