સ્ટાર ભારત પર નવો લોન્ચ થયેલો શો ‘ચંદ્રશેખર’ મહાન સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદના જીવન ઉપર આધારીત છે. આ શો લોકોને નીડર અને બહાદુર થવાની પ્રેરણા આપે છે. 8 વર્ષનો અયાન ઝુબેર રેહમાની શોમાં ચંદ્રશેખરના બાળપણનો રોલ કરી રહ્યો છે. ચંદ્રશેખરનો રોલ કરીને અયાન પોતાને ખુશકિસ્મત માને છે.
ચંદ્રશેખર આઝાદ અંગ્રેજોના હાથે ન પકડાય એટલા માટે અલાહાબાદમાં પોતાને ગોળી મારી શહીદી વહોરી લીધી હતી. અલાહબાદના ચંદ્રશેખર આઝાદ પાર્કમાં આઝાદની પ્રતિમા મૂકવામાં આવી છે. શો શરૂ થતા પહેલા અયાને કહ્યું કે તેને અલાહાબાદ જવું છે. ત્યાં જઇને આઝાદની મૂર્તિને નમન કરી આશીર્વાદ લેવા છે અને તેમને શ્રદ્ધાંજલી આપવી છે. પાર્કમાં જઇને આઝાદની પ્રતિમા પર પુષ્પ ચડાવી શો સફળ રહે એવી પ્રાર્થના કરી.
અયાન કહે છે કે હું ખૂબ ખુશ કિસ્મત છું કે મને મહાન સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે. શો શરૂ થતા પહેલા હું તેમનો આશિર્વાદ લેવા અને તેમની મહાનતાને અનુભવવા માટે અહીં આવ્યો હતો. આનાથી મને શોમાં બેસ્ટ અભિનય કરવાની શક્તિ અને પ્રેરણા મળી.
જોતા રહો ચંદ્રશેખર સોમવારથી શનિવાર રાત્રે 10 વાગે સ્ટાર ભારત પર.