India and Pakistan War: 6 મેની રાતે ભારતે આતંકી ઠેકાણાઓ પર હુમલો કરી પહેલગામ આતંકી હુમલાનો જવાબ આપ્યો હતો. પરંતુ પાકિસ્તાને તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી માનીને સીમા અને ત્યાં સુધી કે રહેણાંક વિસ્તારોમાં પણ હુમલો શરૂ કરી દીધો. ભારતીય સેના તેના જોરદાર જવાબ આપી રહી છે. ટૂંકમાં હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો શું એનો અર્થ એ છે કે બંને દેશોમાં યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે? જો હા, તો તેની સત્તાવાર જાહેરાત કોણ કરશે?
સંવિધાનમાં આમ તો યુદ્ધના એલાનને લઈને કોઈ સીધી પ્રોસેસ નથી, જો કે તેમાં નેશનલ ઇમરજન્સીની વાત જરૂર છે. જો જાહેરાતની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ પાસે તેનો અધિકાર છે. છતાં પણ એવું નથી હોતું કે દેશ ફૂલ સ્કેલ પર યુદ્ધમાં ઉતરી પડે. સંવિધાનના આર્ટિકલ 352, જેમાં રાષ્ટ્રીય ઇમરજન્સીની જાહેરાતના નિયમ છે. યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા સૌથી નજીકની રીત માનવામાં આવે છે.
આ નિર્ણયમાં કોણ કોણ સામેલ હોય છે
- રાષ્ટ્રપતિ સેનાના સર્વોચ્ચ કમાન્ડર છે, એટલે કે આ અધિકાર તેની પાસે છે, પરંતુ તે પોતે નિર્ણય નથી લઈ શકતા, તેને સરકારની સલાહ લેવી પડે છે. જો ક્યારેય યુદ્ધ કે શાંતિની કોઈ ઔપચારિક જાહેરાત થાય તો તે પીએમ અને કેબિનેટની સલાહ પર થાય છે.
- હકીકતમાં યુદ્ધનો નિર્ણય વડાપ્રધાનની આગેવાની વાળુ મંત્રીમંડળ લે છે. જેમાં રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલય સામેલ છે.
- જરૂરિયાત અનુસાર, સેના પ્રમુખો, ગુપ્ત એજન્સીઓ અને ડિપ્લોમેટ્સનો અભિપ્રાય પણ લેવામાં આવી શકે છે.
- સંસદ ડિફેન્સ બજેટને મંજૂરી આપે છે, સાથે જ સરકાર પાસેથી જવાબ માંગે છે.
જો સરકારને લાગે કે સ્થિતિ ગંભીર થઈ ચૂકી છે અને સત્તાવાર રીતે યુદ્ધનું એલાન થવું જોઈએ તો બધા મળીને નક્કી કરે છે અને રાષ્ટ્રપતિને લેખિતમાં ભલામણ મોકલે છે, ત્યાર બાદ પ્રેસિડેન્ટ આર્ટિકલ 352 અંતર્ગત નેશનલ ઇમરજન્સી લગાવી શકે છે. ઇમરજન્સી દેશના પસંદગીના ભાગમાં પણ જાહેર કરી શકાય છે. સંસદ મંજૂરી આપે તો ઇમરજન્સી 6 મહિના સુધી લાગૂ રહે છે. જરૂર પડે તો તેની સમય મર્યાદા વધારી શકાય છે. જ્યારે સરકારને લાગે કે સ્થિતિ કાબૂમાં છે. તો રાષ્ટ્રપતિ તેને કોઈપણ વખતે પાછી લઈ શકે છે.
દેશે અત્યાર સુધી લડેલા યુદ્ધમાં કોઈ ઔપચારિક જાહેરાત થઈ નથી
- ભારત પાકિસ્તાન વચ્ચે પહેલી લડાઈ કાશ્મીરને લઈને લડાઈ હતી, જ્યારે પાકિસ્તાન જવાન જમ્મુ કાશ્મીરમાં ઘુસી ગયા હતા. તે વખતે ભારતે કાશ્મીરની મદદ કરી હતી. પરંતુ બંનેમાંથી કોઈ દેશે પોતાને ત્યાં યુદ્ધનું એલાન કર્યું નહોતુ.
- 60ના દાયકામાં ભારત-ચીન લડાઈમાં પણ એવું જ થયું. ચીને અચાનક સીમા પર મોટી સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી. બંનેમાંથી કોઈએ યુદ્ધની જાહેરાત કરી નહીં.
- વર્ષ 1971 થયેલુ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ બાંગ્લાદેશને લઈને લડાયું હતુ. 13 દિવસ ચાલેલી લડાઈમાં ભારત જીત્યું અને આઝાદ બાંગ્લાદેશ બન્યું. પરંતુ યુદ્ધનું ઔપચારિક એલાન થયું નથી.
આપણે ત્યાં યુદ્ધ હંમેશા ઘટનાના વળતા પ્રહાર તરીકે શરૂ થાય છે. આપણે પહેલાથી આક્રમક ક્યારેય નથી થયા. એલાન વગર પણ ઘણાં સંકેત છે, જેમાં સામાન્ય લોકો સ્થિતિની ગંભીરતાને સમજી શકે છે. જેમ કે, સૈન્ય કાર્યવાહી, મીડિયા કવરેજ, સરકારની ભાષા અને પરિવહનમાં ફેરફાર પણ સંકેત આપે છે.