ગોપાલ ઇટાલિયા પર પગરખાંનો છુટ્ટો ઘા કોણે અને શા માટે કર્યો? હુમલો કરનાર શખ્સે કર્યો ખુલાસો

Rudra
By Rudra 2 Min Read

Gopal Italia: જામનગર યોજાયેલા આમ આદમી પાર્ટીનું સંમેલન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર પગરખું ફેંકાયું હતું, ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ‘આપ’ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા સંબોધન કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ ઉપર પગરખું ફેંકવામાં આવ્યા બાદ ભારે અફડાતફડી સર્જાઈ હતી.

ત્યાર હવે ગોપાલ ઇટાલિયા પર પગરખાનો છુટ્ટો ઘા કરનાનું નામ સામે આવ્યું છે. તેણે પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા અને મેમાણા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અગાઉ પ્રદિપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેઓ ઉપર જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું. ત્યારથી પોતાને વસવસો રહી ગયો હતો અને પોતાના સમાજનો બદલો વાળવાના ભાગરૂપે આજે મોકો ગોતીને તે ઘટનાનો બદલો વાળ્યો હતો અને પોતાની જાતને સંતોષ વ્યક્ત કર્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું છે કે, આજે ગોપાલ ઈટાલિયાની સભામાં મેં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકીને પ્રદિપસિંહ જાડેજાનો બદલો લીધો છે. તેણે (ગોપાલ ઈટાલિયા) જે તે સમયે પ્રદિપસિંહ પર પગરખાનો પ્રહાર કર્યો હતો, તેને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. આજે મને મોકો મળવાથી સમાજ પ્રેમી હોવાના નાતે આ કાર્ય કર્યું છે.

નોંધનીય છે કે, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા જામનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખ્સે તેમના તરફ પગરખું ફેંક્યું હતું. જો કે, ઈટાલિયાને બચી ગયા હતા. પરંતુ ચાલુ ભાષણ દરમિયાન આ કૃત્ય થતાં મામલો ગરમાયો છે. આ ઘટના બનતા જ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જૂતું ફેંકનાર શખ્સને તાત્કાલિક પકડી લીધો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

 

Share This Article