અનુષ્કા પાસે વઢ ખાનાર વ્યક્તિ કોણ છે ?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આજ કાલ અનુષ્કા શર્માનો એક વિડીયો વિરાટ કોહલીએ શેર કર્યો હતો. તેમાં અનુષ્કા શર્મા રસ્તા પર એક છોકરાને કચરો રોડ પર નાંખતા વઢી રહી છે. આ વિડીયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. તેમાં અનુષ્કા જેને વઢી રહી છે તે છોકરાનું નામ અરહાન સિંહ છે. અરહાન 90ના દાયકામાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. અરહાને શાહરુખ ખાન સાથે પણ કામ કર્યુ છે. અરહાનને બોલિવુડમાં સની સિંહના નામથી ઓળખવામાં આવે છે. તેણે શાહરૂખ ખાન અને સોનાલી બેન્દ્રેની ફિલ્મ ઇંગ્લીશ બાબુ દેશી મેમમાં કામ કર્યુ છે. તે સિવાય પણ અનિલ કપૂરની ફિલ્મ બેટા, દેખ ભાઇ દેખ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

અનુષ્કાએ અરહાનને વઢ્યા બાદ અરહાને એક પોસ્ટ મુકી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે, તે સમયે તે ડ્રાઇવ કરી રહ્યો હતો અને તેણે એક નાનકડો પ્લાસ્ટિકનો ટુકડો રોડ પર નાંખી દીધો હતો. બાદમાં એક મોટી કાર આવીને તેની સામે ઉભી રહી અને તેમાંથી અનુષ્કાએ તેને ખૂબ જ ખરાબ રીતે ખખડાવ્યો હતો. અરહાને કહ્યું હતુ કે તે મોટી સ્ટાર છે પરંતુ મેનર્સ નામની વસ્તુ પણ હોય છે. પોતે ભૂલ સ્વીકારી હતી અને પ્રેમથી કહેતા તેનું સ્ટારડમ ઓછુ ના થઇ જાત.

અરહાનની માતા ગીતાંજલી એલિઝાબેથે પણ વિરુષ્કા માટે એક પોસ્ટ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતુ કે આ એક ચીપ પબ્લિસીટી સ્ટંટ છે. સસ્તી પબ્લિસીટી માટે તે આવુ કરી રહ્યાં છે. તેમને તેમના દિકરાની ઇમેજની ચિંતા છે. પબ્લિસીટી માટે કોઇ પણ વ્યક્તિને ધમકાવવું યોગ્ય નથી.

Share This Article