વિરાટ કોને બેસ્ટ બેટ્સમેન માને છે..?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતમાં અત્યારે IPL ચાલી રહી છે. ભારતમાં IPL હોય કે ટી-20 અથવા તો ટેસ્ટમેચ હોય, ક્રિકેટ માટેનો ક્રેઝ ક્યારેય ઓછો થતો નથી, ત્યારે RCB રોયલ ચેનેન્જર્સ બેંગલોર ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતે ક્યા ક્રિકેટરની જેમ નથી રમી શકતા તે જણાવ્યું હતું. વિરાટ કોહલી IPLમાં ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. 11મી IPLમાં અત્યાર સુધીની 4 મેચમાં 201 રન મારી ચૂક્યા છે.

પોતાની આટલી સિદ્ધિ હોવા છતા વિરાટ કોહલીનું માનવું છે કે એબી ડિવિલિયર્સ તેના કરતા વધારે સારો ખેલાડી છે. ડિવિલિયર્સ માટે વિરાટ કહે છે કે તે એવા ખેલાડી છે કે તેના જેવું વિરાટ પોતે પણ નથી રમી શકતો. ડિવિલિયર્સ આરામથી દરેક શોટ્સને રમી શકે છે જ્યારે હું તેમના જેવું નથી રમી શકતો.

વિરાટે જણાવ્યુ હતુ કે તેને ખબર છે લોકો તેની અને ડિવિલિયર્સ વચ્ચે કોણ બેસ્ટ છે તેના વિશે ચર્ચા થતી રહે છે, પરંતુ મારા કરતા ડિવિલિયર્સ વધારે સારુ રમે છે. ડિવિસિયર્સ અને વિરાટ બંને સારા મિત્રો છે અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમમાં સાથે રમે છે.

Share This Article