કોને ડેટ કરી રહી છે રિયા ચક્રવર્તી, શું રિલેશનશિપમાં છે રિયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી અભિનેત્રી રિયા ચક્રવર્તી ખુબ લો પ્રોફાઇલ રહે છે. પહેલા તો રિયાએ સોશિયલ મીડિયા પર અને પબ્લિક અપીરિયન્સથી અંતર બનાવી લીધુ હતું પરંતુ ધીમે ધીમે તેની લાઇફ નોર્મલ થવા લાગી છે. તો હવે સમાચાર સામે આવ્યા છે કે રિયાને તેનો નવો લાઇફ પાર્ટનર મળી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે રિયા, સુશાંતથી આગળ વધી ગઈ છે અને એન્ટરનેઈનમેન્ટ વર્લ્ડથી જોડાયેલા એક વ્યક્તિને ડેટ કરી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે રિયા ચક્રવર્તી, બંટી સજદેહને ડેટ કરી રહી છે.

એક રિપોર્ટમાં દાવો કરાયે છે કે બંને એકબીજાને લાંબા સમયથી જાણે છે, પરંતુ કેટલાક સમયથી રિલેશનશિપમાં છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું છે કે બંનેને સાથે જોઈને ખુબ સારૂ લાગે છે, તે ખુશ છે. છેલ્લા કેટલાક સમયમાં રિયાની સાથે જે થયું, બંટીએ તેને હંમેશા સાથ આપ્યો છે. બંટી, રિયાની સાથે હતી, જ્યારે સ્થિતિ ખુબ ખરાબ હતી. બંટી અને રિયા હવે સાથમાં છે અને આ વાતને પ્રાઇવેટ રાખવા ઈચ્છે છે.

બંટી સજદેહ, ફેશન ડિઝાઇનર સીમા સજદેહનો ફાઈ અને એક રિયાલિટી સ્ટાર છે. એટલું જ નહીં બંટી જાણીતી સિલેબ્રિટી અને સ્પોર્ટ્‌સ મેનેજર કંપની કોર્નર સ્ટોનનો સીઈઓ છે. આ સાથે બંટી, સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમા સચવેદનો ભાઈ છે. નોંધનીય છે કે બંટી ડિવોર્સી છે અને તેના પ્રથમ લગ્ન ૨૦૦૯માં ગર્લફ્રેન્ડ અંબાકી સાથે થયા હતા. પરંતુ બંનેના લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા નહીં. ત્યારબાદ બંટીનું નામ સુષ્મિતા સેન, દીયા મિર્ઝા અને નેહા ધૂપિયાની સાથે પણ જોડાઈ ચુક્યુ છે. કહેવામાં આવે છે કે બંટી અને સોનાક્ષી પણ વર્ષ ૨૦૧૨ની આસપાસથી સાથે છે. પરંતુ હજુ બંનેએ પોતાના રિલેશનશિપ વિશે કોઈ ટિપ્પણી કરી નથી. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધુ હતું તો દિવંગત અભિનેતાના પરિવારે રિયા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તો રિયા ચક્રવર્તીને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. સુશાંતના નિધન બાદ રિયા સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ હતી અને બધાને મળવાનું બંધ કરી દીધુ હતું. થોડા સમય પહેલા રિયા સોશિયલ મીડિયા પર ફરી ધીમે-ધીમે એક્ટિવ થઈ છે.

Share This Article