દુર્ઘટનાઓથી બોધપાઠ નહી લેવાની ટેવ આખરે અમારી કેમ છુટતી નથી તે પ્રશ્ન રાજસ્થાનના બાડમેરમાં બનેલી ઘટનાથી ફરી સપાટી પર આવી ગયો છે. આના માટે કોણ જવાબદાર છે તે બાબત પણ તમામને ફરી સતાવી રહી છે. બાડમેરના જસોલમાં રામકથા દરમિયાન બનેલી ઘટનાના કારણે ૧૭ લોકોના મોત થઇ ચુક્યા છે. મૃતકોના પરિવારના સભ્યોને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. દુર્ઘટનમાં તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે. શોક સંવેદનાના દોર જારી છે. નેતાઓની મુલાકાત જેવી બાબત હમેંશાની જેમ આ વખતે પણ જોવા મળી છે. દરેક ઘટના બાદ દોહરાવવામાં આવતી પટકથા ફરી દોહરાવવામાં આવી છે. જે કઇ પણ બન્યુ તે જોઇને લાગતુ નથી કે ગરીબ માનવીની કોઇ કિંમત રહી ગઇ છે. ૧૧ વર્ષ પહેલા જોઘપુરમાં મહેરાનગઢમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યુ હતુ. એ વખતે એકાઅક મચી ગયેલી ભાગદોડની ઘટનામાં ૨૦૦થી વધારે લોકોના મોત થઇ ગયા હતા.
ત્યારબાદ આ ઘટનામાં તપાસ કરવામાં આવી હતી. તપાસ વર્ષો સુધી ચાલી હતી. આખરે આ ભાગદોડની ઘટના બની કેમ તે અંગે વર્ષોની તપાસ બાદ પણ કોઇ વિગત સપાટી પર આવી ન હતી. મહેરાનગઢ જ કેમ ? ૨૦૦૮માં હિમાચલપ્રદેશમાં નૈના દેવી મંદિરમાં પણ ભાગદોડની મોટી ઘટના બની ગઇ હતી. જેમાં ૧૪૪ લોકોના મોત થઇ ગયા હતા. શુ આવી ઘટનાઓને રોકવા માટે પુરતી વ્યવસ્થા કરવી જોઇએ નહીં. જે આયોજનમાં સેંકડો લોકો પહોંચે છે તે આયોજનમાં તમામ જરૂરી સુરક્ષા પાસા પર ધ્યાન આપવામા ંઆવે તે જરૂરી છે. જોકે કમનસીબ રીતે આ બાબતો તરફ સંબંધિત વહીવટી તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતુ નથી. સુરક્ષા પાસામાં બાંધછોડ કરીને મંજુરી કેમ આપવામાં આવે છે તે પ્રશ્ન તમામને સતાવે છે. પ્રશ્ન ગંભીર છે પરંતુ તેની ગંભીરતાને સમજી શકે તેવા લોકો દેખાતા નથી. દુર્ઘટનાઓ બાદ વર્ષો સુધી તપાસ ચાલે છે પરંતુ કોઇની જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. મૃતકોના પરિવારના સભ્યો વર્ષો સુધી ન્યાય મેળવી લેવાની આશામાં જુબાની આપતા રહે છે. પુરાવા એકત્રિત કરતા રહે છે.
સરકારોના કામ લાગે છે કે હવે માત્ર અનુદાન આપવા અને બેરોજગારી ભથ્થા આપવા સુધી મર્યાદિત રહી ગયા છે. ખેડુતોની લોન માફીના નામ પર વોટ મેળવી લેવા અને રાજકીય ઉથલપાથલને જ નેતાઓ સરકાર તરીકે ગણે છે. સરકારી તંત્ર જ આવુ બની ગયુ છે જેમાં તમામ બાબતો રામ ભરોસે ચાલતી નજરે પડે છે. પાંચ લાખ રૂપિયાનુ વળતર ચુકવી કોઇ પરિવારના ચહેરા પર ખુશી લાવી શકાય નહી. જસોલમાં બનેલી ઘટનામાં તપાસનો આદેશ કરીને રસમ તો પૂર્ણ થઇ ગઇ છે પરંતુ દુર્ઘટના માટે જવાબદાર લોકોને પણ કોઇ દિવસે સજા થઇ શકશે કે કેમ તે પ્રશ્ન તમામને સતાવે છે. સુર૭ા વગર રામકથા કરનાર આયોજકો અને સરકારી અધિકારીઓની સામે કાર્યવાહી થવી જોઇએ. જવાબ જનતા જાણવા માંગે છે. કારણ કે વરંવાર કિંમત તો જનતાને જ ચુકવવાની આવે છે. મોટા ભાગની દુર્ઘટના ધાર્મિક આયોજન દરમિયાન થાય છે.