Payal Gaming MMS Truth: ફેમસ યૂટ્યૂબર પાયલ ગેમિંગ એખ એમએમએસ વીડિયોના કારણે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવ્યો કે તેમાં જોવા મળી રહેલી છોકરી એ જ છે. આ ક્લિપ એક્સ પર વાયરલ થઈ, જ્યાં ઘણાં યુઝર્સે પુષ્ટિ વગર પાયલ ગેમિંગનું નામ જોડી દીધું. જો કે, ફેન્સ પાયલ ગેમિંગના સપોર્ટમાં ઉતર્યા છે. ઘણાં લોકોએ ભાર દઈને કર્યું કે, વીડિયો અસલી નથી અને એઆઈ જનરેટેડ વીડિયો છે. આ વચ્ચે એમએમએશ વીડિયો પર પાયલ ગેમિંગે મૌન તોડ્યું છે.
પાયલ ગેમિંગે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું, “મને ક્યારેય લાગ્યું નહોતું કે મને એટલી ખાનગી અને દુખદ બાબત પર જાહેરમાં બોલવું પડશે. છેલ્લા કેટલાક દિવસોમાં ઓનલાઈન એવું કન્ટેન્ટ વાયરલ કરવામાં આવ્યું છે, જેમાં ડિજિટલ પ્લેટફોર્મ પર શેર થતી એક વિડિયો સાથે મારું નામ અને મારી તસવીર જોડવામાં આવી રહી છે. હું આ વાત સંપૂર્ણ રીતે સ્પષ્ટ અને કોઈપણ ગેરસમજ વિના કહેવા માંગું છું કે તે વિડિયોમાં દેખાતી યુવતી હું નથી અને તેનો મારી જિંદગી, મારા નિર્ણયોથી કે મારી ઓળખ સાથે કોઈ લેવાદેવા નથી.”
તેમણે આગળ લખ્યું, “સૌથી વધુ દુખની વાત એ છે કે માત્ર ખોટી રજૂઆત જ નહીં, પરંતુ આ પણ કે ડિજિટલ દુનિયામાં કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા કેટલી ઝડપથી અને સહેલાઈથી નુકસાન પામી શકે છે. આવા કાર્યોના પરિણામો માત્ર સ્ક્રીન સુધી સીમિત નથી રહેતા, પરંતુ લોકો, તેમના પરિવાર અને તેમની વાસ્તવિક જિંદગીઓને ઊંડી અસર કરે છે.”
પાયલ ગેમિંગે આગળ લખ્યું, “હું હંમેશા નેગેટિવિટી સામે મૌન રાખવામાં વિશ્વાસ રાખું છું, પરંતુ આ સત્ય એવું છે કે જેને જાહેર કરવું જરૂરી છે—માત્ર મારા માટે નહીં, પરંતુ એ તમામ મહિલાઓ માટે પણ, જે આ રીતે ઓનલાઈન ઉત્પીડન અને પાત્રહનનનો ભોગ બને છે. આ અત્યંત પીડાદાયક અને અમાનવીય છે.”
View this post on Instagram
જનતા અને મીડિયા માટે ખાસ અપીલ
અંતમાં તેમણે લખ્યું, “હું જનતા અને મીડિયાના સભ્યોને સન્માનપૂર્વક વિનંતી કરું છું કે તેઓ આ સામગ્રીને કોઈપણ રૂપમાં શેર કરવાથી, ફરી પ્રસારિત કરવાથી અથવા તેના પર અટકળો લગાવવાથી દૂર રહે. મારા નામના દુરુપયોગ સામે યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી કાયદા મુજબ જવાબદારી નક્કી કરી શકાય. આ મુશ્કેલ સમયમાં મને સમર્થન, સહાનુભૂતિ અને સમજ સાથે સંપર્ક કરનાર દરેક વ્યક્તિની હું દિલથી આભારી છું. તમારી દયાળુતા અને વિશ્વાસે મને તે સમયે શક્તિ આપી, જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી.”
યૂટ્યુબર પાયલ ગેમિંગ કોણ છે?
પાયલ ગેમિંગનું સાચું નામ પાયલ ધરે છે. તેઓ ભારતની સૌથી પ્રખ્યાત ગેમિંગ કન્ટેન્ટ ક્રિએટર્સમાંની એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે મજબૂત ફેન ફોલોઇંગ બનાવી છે. યૂટ્યુબ પર તેમના 4.5 મિલિયનથી વધુ સબ્સક્રાઇબર્સ છે. સોશિયલ મીડિયા પર પણ તેમને લાખો લોકો ફોલો કરે છે. પાયલ ગેમિંગને ઇન્સ્ટાગ્રામ પર અંદાજે 4.2 મિલિયન ફોલોઅર્સ છે.
