બિગ બોસ ૬માં જોવા મળેલી કરિશ્મા કોટક લાઇમલાઇટ ત્યારે આવી જ્યારે તેને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સના માલિક હર્ષિત તોમરે લાઇવ શો દરમિયાન પ્રપોઝ કર્યું. આ ઘટનાએ દર્શકો અને ફેન્સને ચોંકાવી દીધા છે. આવું કંઈ થશે તેની કોઈને આશા નહોતી.
હર્ષિત પોતાના પ્રપોઝલને લઈને કેટલા સિરયસ હતા તે તો ખબર નથી, પરંતુ કરિશ્માને લોકો ગૂગલ કરવા લાગ્યા છે. તે રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આટલી લાઇમલાઇટ અને ગૂગલ સર્ચ તેને કદાચ ક્યારેક જ પહેલા ક્યારેય મળ્યાં હતા. કરિશ્મા વિશે લોકો જાણા માગે છે.
કોણ છે કરિશ્મા કોટક?
કરિશ્માનો જન્મ લંડનમાં થયો હતો. તેણે એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગમાં બેચલર્સ કર્યં છે. શરૂઆતમાં તે ટીચર બનવા માગતી હતી. માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેણે મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતુ. ઓછી ઉંમરે તેણે ફેશનની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું. તે ઘણા નેશનલ અને ઇન્ટરનેશનલ મેગેઝિનના કવરની શાન બની છે. ઘણા બ્રાન્ડ્સ સાથે શૂટ કર્યું છે. ટીવી શોમાં પ્રેજેન્ટેટર તરીકે કામ કર્યું.
૨૦૦૫માં કરિશ્મા મુંબઈ શિફ્ટ થઈ. કિંગફિશર કેલેન્ડર માટે શૂટ કર્યું. સેલેબ્સ સાથે ઘણી કોમર્શિયલ્સમાં જોવા મળી. ત્યાર બાદ મ્યૂઝિક વીડિયોમાં દેખાવા લાગી. કરિશ્માએ ફિલ્મ કેપ્ટનથી પંજાબી સિનેમામાં ડેબ્યૂ કર્યું. તેણે સાઉથની મૂવીમાં પણ કામ કર્યું. બિગબોસ ૬ અને ઝલક દિખલા જા ૧૧માં ભાગ લીધો. પરંતુ એક્ટિંગ કરિયરમાં તેને ખાસ ઓળખ મળી નહીં. તે એક્ટ૩ેસ હોવાની સાથે સ્પોર્ટ્સ પ્રેજેન્ટેટર પણ છે. ૨૦૨૪માં કરિશ્મા બ૩િટિશ ઇંન્ડિન ઇંગ્લિશ ફિલ્મ IRaHમાં જોવા મળી હતી.
શું થયું હતુ?
2 ઓગસ્ટના રોજ બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર WCLની ફાઇનલ મેચ હતી. સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે આ મેચ રમાઈ હતી. જેમાં સાઉથ આફ૩િકા ચેમ્પિયન્સ જીત્યું હતુ. તેણે ૯ વિકેટથી જીત મળી હતી. મેચ પૂરી થયા પછી એક વીડિયો સામે આવ્યો જેમાં પ્રેજેન્ટેટર કરિશ્મા હર્ષિતાના જીતનું રિએક્ટશન લઈ રહી છે. તેમાં તે પૂછે છે કે, તે આ ઉજવણી કેવી રીતે કરશે?
જવાબમાં હર્ષિત બોલ્યો – કદાચ આ બધુ પૂરુ થયા પછી તને પ૩પોઝ કરીશ, એકવાર તો કરિશ્મા પણ આ વાત સાંભળીને ચોંકી ગઈ. તેના ચહેરા પર હલ્કી સ્માઇલ હતી. પરંતુ તેણે પોતાનું એન્કરિંગ ચાલુ રાખ્યું, ત્યારથી લોકો કરિશ્માને નોટિસ કરવા લાગ્યા.