જુનાગઢ : સતાધાર જગ્યાને લઈને ચાલી રહેલા વિવાદમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આપાગીગાના વંશજ મોટાભાઈ સવંતે ખુલાસો કર્યો છે. મહંત વિજય બાપુના મોટાભાઈ નિતીન ચાવડાએ પૈસાની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ જગ્યા બદનામ કરવા માટે ચાર જણા કાવતરા કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં બાપુ પાસે પૈસા પડાવવા માટે નિતીન ચાવડા 2019થી પત્રો લખી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. નિતીને એસબીઆઈના ખાતા નંબરમાં જમા કરાવવા માંગણી કરી હતી. જેમાં રૂપિયા બે કરોડ રૂપિયાની માતબાર રકમની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પૈસા ન આપ્યા હોવાથી બાપુ અને જગ્યાને બદનામ કરી રહ્યા હોવાનું કહેવાય છે. તેમણે હજી નિતીન ચાવડાને તક આપીએ છે એમ કહ્યું હતું. નહીતર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, એવું નિવેદન આપાગીગાના વંશજ મોટાભાઈ સવંતએ આપ્યું છે.
વોકહાર્ટ હોસ્પિટલ્સમાં સફળતાપૂર્વક કરાઈ 14 વર્ષના બાળકની જટિલ સર્જરી
રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ કચ્છના નાના ગામમાંથી એક 14 વર્ષીય બાળકને જન્મથી જ પેશાબની જગ્યાનું કાણું સામાન્ય...
Read more