કોણે કરી ઇરફાન ખાનની મદદ – આપી લંડનના ઘરની ચાવી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડ અભિનેતા ઇરફાન ખાન તેમની ફિલ્મ બ્લેકમેઇલ વખતે બિમાર પડ્યા હતા, એટલા માટે તે મૂવીના પ્રમોશનમાં પણ ક્યાંય હાજર ન હતાં.  તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે તેમને બિમારી છે અને તેનો ઇલાજ કરાવવા માટે તે લંડન જઇ રહ્યા છે. બાદમાં બોલિવુડમાં દરેક લોકોએ તેમને જલ્દી સાજા થઇ જવા માટે વિશ કર્યુ હતુ.

લંડન જતાં પહેલા ઇરફાનની પત્ની સુતાપાએ શાહરૂખ ખાનને ફોન કર્યો હતો અને કહ્યુ હતુ કે ઇરફાન શાહરૂખને મળવા માંગે છે. શાહરૂખ તે સમયે મહેબૂબ સ્ટુડ્યોમાં શૂટિંગ કરી રહ્યા હતા. તે શૂટિંગ પતાવીને ઇરફાનને મળવા તેમના ઘરે ગયા હતા. ત્યાં જઇને શાહરૂખ ઇરફાનને મળ્યા અને બંનેએ ખૂબ વાતો કરી.

શાહરૂખ ખાને તેમના લંડન વાળા ઘરની ચાવી ઇરફાનને આપી અને કહ્યુ  કે તે જેટલા દિવસ લંડનમાં રહે તેના ઘરે જ રહે. ઇરફાને ઘણી ના પાડી તેમ છતાં શાહરૂખે જબરજસ્તી ચાવી આપી હતી. ઘણી આનાકાની કર્યા બાદ ઇરફાને શાહરૂખના ઘરની ચાવીનો સ્વીકાર કર્યો હતો.

2018 વર્ષના અંત સુધી ઇરફાન ખાન ભારત પરત આવે તેવી શક્યતા છે. તેમની બે ફિલ્મો 2018માં રિલીઝ થશે.

Share This Article