રાષ્ટ્રીય સ્તરની તીરંદાજ ગોહેલા બોરો અત્યારે જીંદગીનો જંગ લડી રહી છે. આ ૨૧ વર્ષીય ખેલાડીએ ૨૦૧૫માં કેરળ નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને અત્યારે પોતાની જીંદગી સામે ઝઝૂમી રહી છે. બોરો એક અજીબ પ્રકારની બિમારીથી પીડાઇ રહ્યાં છે. અત્યાર સુધી બોરો રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે કૂલ ૭૭ મેડલ જીતી ચૂકી છે. બોરોની કારકિર્દી શ્રેષ્ઠ રહ્યું છે, પણ અત્યારે પોતાની સારવારનો ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ નથી.
યુવા બાબતો તથા ખેલ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોરે રાષ્ટ્રીય સ્તરની તીરંદાજ ગોહેલા બેરોને તેમની સારવાર હેતુ માટે ખેલાડીઓ માટેના પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય કલ્યાણ ફંડ યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય કરવાની મંજૂરી આપી દીધી છે.
પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય કલ્યાણ ફંડ યોજના અંતર્ગત યોજના અંતર્ગત જરૂરિયાતમંદ ખેલાડીઓના સારવાર માટે નાણાકીય સહાયતા પ્રદાન કરવામાં આવે છે.