ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા જવાને પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કર્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા કિસ્સો બન્યો હતો જેમાં ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાનાજ  વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો હતો. ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. ઘટનાના પગલે સારવાર મળે તે પૂર્વેજ કિરીટ વાળા મૃત્યુ પામ્યો હતો.

આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસકર્મીની આત્મહત્યાની વાત વહેતી થતા ઉચ્ચ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ ઘટના બનવા પાછળ નું કારણ જાણવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

Share This Article