શો-મેન ઓફ બોલિવુડ એટલે રાજ કપૂર, અને રાજ કપૂર એટલે હિન્દી ફિલ્મ ઇન્ટસ્ટ્રીની આઇકોનિક પર્સનાલિટી. રાજ કપૂરે આપણને તેમની એક્ટિંગ અને ડિરેક્શન દ્વારા ભરપૂર એન્ટરટેઇનમેન્ટ પીરસ્યુ છે. તેમની ફિલ્મ છલિયા, બૂટ પોલિશ, જાગતે રહો, જીસ દેશમે ગંગા બેહતી હૈ, શ્રી 420 આપણા મનમાં હજૂ પણ તાજી છે. શું તમને ખબર છે કે રાજ કપૂરની બે ફિલ્મ એવી છે કે જેમાં બે વાર ઇન્ટરવલ આવે છે. મેરા નામ જોકર અને સંગમ તેમની ફિલ્મ છે, જેમાં અભિનય પણ રાજ કપૂરે કર્યો છે અને ડિરેક્શન પણ તેમણે જ કર્યુ છે.
મેરા નામ જોકરમાં રાજ કપૂર સિવાય સિમિ ગરેવાલ, મનોજ કુમાર, ઋષિ કપૂર, ધર્મેન્દ્ર, દારા સિંહ , પદ્મીની અને રાજેન્દ્ર કુમાર પણ છે. મેરા નામ જોકર સામાન્ય બજેટમાં બની હતી પરંતુ બોક્સ ઓફિસ પર તેણે ખૂબ કમાણી કરી હતી. મેરા નામ જોકર અત્યાર સુધીની સૌથી લાંબી ફિલ્મ છે. મેરા નામ જોકરની ડ્યુરેશન 4 કલાક અને 4 મિનીટ છે.
સંગમમાં પણ રાજ કપૂર સિવાય વૈજંતી માલા અને રાજેન્દ્ર કુમાર છે. સંગમ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઇ હતી. ભારત સિવાય આ ફિલ્મ તે સમયે વેનિસ, સ્વિઝરલેન્ડ અને પેરિસમાં શૂટ થઇ હતી. સંગમને બે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા હતા, વૈજંતી માલાને બેસ્ટ એક્ટ્રેસ અને રાજ કપૂરને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ એનાયત થયો હતો. સંગમ ફિલ્મની ડ્યુરેશન 3 કલાક અને 58 મિનીટ છે.
રાજ કપૂરની આ બંને ફિલ્મ સિવાય બોલિવુડમાં ઘણી લાંબી ફિલ્મ બની છે જેમકે શોલે, હમ આપકે હૈ કોન, હમ સાથ સાથ હૈ, લગાન, જોધા અકબર,એલ.ઓ.સી કારગિલ, તમસ પરંતુ આમાથી કોઇ પણ ફિલ્મમાં બે ઇન્ટરવલ નથી.