નવુ વર્ષ શરૂ થવાની સાથે જ લગ્ન ગાળો પણ શરૂ થઈ ચૂક્યો છે. વિવાહ અને માંગલિક કર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આખું વર્ષ આવા અવસરો આવતા રહેશે. તેમજ શુભ મુહૂર્તોમાં લગ્નના તાંતણે બંધાઈ શકાય છે. જેઠ મહિના સાથે આવનાર અધિક માસ, દેવશયની એકાદશીથી દેવઉઠી અગિયારસ સુધી ચાલનાર ચતુર્માસ,આ વિવાહના કોઈ મુહૂર્ત નથી. આ ઉપરાંત દર મહિને લગ્નના મુહૂર્ત મળી રહ્યા છે. નવા વર્ષમાં કુલ 59 લગ્નના મુહૂર્ત છે, જેમાં વિવાહ સંપન્ન કરવા મંગલકારી રહેશે.
દ્રીક પંચાંગ અનુસાર, 16 ડિસેમ્બર, 2025થી શરુ થઈને 15 જાન્યુઆરી, 2026 સુધી ખરમાસ રહેશે. જોકે, શુક્ર અસ્ત થવાની સ્થિતિમાં વિવાહ તરત જ શરુ નહીં થઇ શકે. 9 ડિસેમ્બર, 2025થી લઈને 3 ફેબ્રુઆરી, 2026 સુધી અસ્ત જ રહેશે. જેથી હકીકતમાં વિવાહના મુહૂર્ત 4 ફેબ્રુઆરી, 2026ના રોજથી ફરીથી શરુ થઇ શકશે. જોકે, તેના થોડા સમય બાદ જ ફેબ્રુઆરીના અંતથી લઈને 4 માર્ચ સુધી હોળાષ્ટક લાગવાથી વિવાહ પર રોક લાગી જશે. ત્યારબાદ 14 માર્ચ, 2026ના રોજ સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરતાં જ ફરીથી ખરમાસ શરુ થઇ જશે, જે 13 એપ્રિલ સુધી ચાલશે. જણાવી દઈએ કે વર્ષ 2026માં કઈ-કઈ તિથિઓ લગ્ન માટે યોગ્ય માનવામાં આવે છે.
ડિસેમ્બર 2025ના લગ્નના મુહૂર્ત
4 ડિસેમ્બર, 5 ડિસેમ્બર, અને ડિસેમ્બર સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે બાદ 16 ડિસેમ્બરથી ખરમાસની શરૂઆત થઇ જશે.
જાન્યુઆરી 2026
જાન્યુઆરી મહિનામાં કુલ 4 મુહૂર્ત હશે – 14 જાન્યુઆરી બુધવાર, 23 જાન્યુઆરી શુક્રવાર, 25 જાન્યુઆરી રવિવાર અને 28 જાન્યુઆરી બુધવાર.
ફેબ્રુઆરી 2026
ફેબ્રુઆરીમાં 12 મહૂર્ત છે: 5 ફેબ્રુઆરી ગુરુવાર, 6 ફેબ્રુઆરી શુક્રવાર, 8 ફેબ્રુઆરી રવિવાર, 10 ફેબ્રુઆરી મંગળવાર, 12 ફેબ્રુઆરી ગુરુવાર, 14 ફેબ્રુઆરી શનિવાર, 19 ફેબ્રુઆરી ગુરુવાર, 20 ફેબ્રુઆરી શુક્રવાર, 21 ફેબ્રુઆરી શનિવાર, 24 ફેબ્રુઆરી મંગળવાર, 25 ફેબ્રુઆરી બુધવાર, 26 ફેબ્રુઆરી ગુરુવાર.
માર્ચ 2026
માર્ચમાં 8 મહૂર્ત છે: 2 માર્ચ સોમવાર, 3 માર્ચ મંગળવાર, 4 માર્ચ બુધવાર, 7 માર્ચ શનિવાર, 8 માર્ચ રવિવાર, 9 માર્ચ સોમવાર, 11 માર્ચ બુધવાર, 12 માર્ચ ગુરુવાર.
એપ્રિલ 2026
એપ્રિલમાં પણ કુલ 8 મહૂર્ત છે: 15 એપ્રિલ બુધવાર, 20 એપ્રિલ સોમવાર, 21 એપ્રિલ મંગળવાર, 25 એપ્રિલ શનિવાર, 26 એપ્રિલ રવિવાર, 27 એપ્રિલ સોમવાર, 28 એપ્રિલ મંગળવાર, 29 એપ્રિલ બુધવાર.
મે 2026
મેમાં પણ 8 લગ્ન મહૂર્ત છે: 1 મે શુક્રવાર, 3 મે રવિવાર, 5 મે મંગળવાર, 6 મે બુધવાર, 7 મે ગુરુવાર, 8 મે શુક્રવાર, 13 મે બુધવાર, 14 મે ગુરુવાર.
જૂન 2026
જૂનમાં 8 મહૂર્ત છે: 21 જૂન રવિવાર, 22 જૂન સોમવાર, 23 જૂન મંગળવાર, 24 જૂન બુધવાર, 25 જૂન ગુરુવાર, 26 જૂન શુક્રવાર, 27 જૂન શનિવાર, 29 જૂન સોમવાર.
જુલાઈ 2026
જુલાઈમાં 4 મહૂર્ત છે: 1 જુલાઈ બુધવાર, 6 જુલાઈ સોમવાર, 7 જુલાઈ મંગળવાર, 11 જુલાઈ શનિવાર.
