સ્વાઝીલેંડ આફ્રિકાનો એક રાજાશાહી માનવા વાળો દેશ છે. આ દેશના રાજાનું નામ મસ્વાતી છે. આ દેશ આફ્રિકાનો છેલ્લો સામ્રાજ્યવાદી પ્રણાલી વાળો દેશ કહેવાય છે. ગયા બુધવારે રાજા મસ્વાતી ત્રીજાએ તેના દેશનું નામ બદલીને ધ કિંગડમ ઓફ ઇસ્વાતીની રાખવાનું એલાન કર્યુ હતુ.
રાજાએ આ ઘોષણા દેશની આઝાદીના 50 વર્ષ પૂરા થવાના ઓકેઝન પર એલાન કર્યુ હતુ. ઇસ્વાતીનીનો અર્થ થાય છે સ્વાજિઓની ભૂમિ. આ દિવસ રાજાની 50મી વર્ષગાઠના રૂપમાં પણ ઉજવવામાં આવ્યો હતો. રાજા મસ્વાતિ છેલ્લા કેટલાક સમયથી સ્વાઝીલેન્ડને ઇસ્વાતીની કહી રહ્યા હતા.
રાજા મસ્વાતી સ્વાઝીલેન્ડને નવું નામ આપવાના છે તેની જાણ કદાચ દુનિયાને પહેલેથી જ હતી. તેમનો આ ઇરાદો 2017માં સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતા સમયે પણ સ્પષ્ટ કર્યો હતો. આ પહેલા પણ 2014માં સ્વાઝીલેન્ડના સાંસદના ઉદઘાટન વખતે પણ તેમણે દેશનું નામ ઇસ્વાતીની લીધુ હતુ. રાજાએ નામ બદલ્યુ તે પાછળનો તર્ક એવો હતો કે તેનું જે પૂર્વ નામ છે તેને લોકો સ્વિઝરલેન્ડ સમજીને ભ્રમિત થતા હતા.
તેમ છતા રાજા કાયદેસર દેશનું નામ બદલી નાખશે તે બાબતમાં લોકોને જરા પણ અંદાજો નહોતો. નામ બદલવાથી ત્યાંના અમુક નાગરિક ખુશ નથી, તેમનું માનવું છે કે, નામ બદલ્યા કરતા રાજાએ દેશની સુસ્ત અર્થવ્યવસ્થા બદલવાની જરૂર છે.