ક્યા બોલિવુડ સિબલિંગ સરખા દેખાય છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવુડ અને ટેલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો પોતાનુ નસીબ આજમાવવા આવે છે. ઘણા સફળ થાય છે અને ઘણા ફ્લોપ. ઝાકમજોળભરી આ દુનિયામાં ઘણા એવા ભાઇ બહેન છે જે એકબીજા જેવા જ લાગે છે. તો આજે આપણે જાણીએ કે કોણ છે તે બહેનો અને ભાઇઓ કે જે એકબીજાની કોપી છે.

  • શિલ્પા અને શમિતા શેટ્ટી – શિલ્પા શેટ્ટીને કોણ નથી ઓળખતું, તે એક સફળ બોલિવુડ એક્ટ્રેસ છે. જ્યારે તેની બહેન ફ્લોપ સાબિત થઇ છે. તેમ છતાં બંને એકદમ સરખા લાગે છે. શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્. છે અને તેને એક દિકરો પણ છે.
  • આયુષમાન અને અપારશક્તિ ખુરાના- આ બંને ભાઇઓ પણ એક સરખા જ લાગે છે. આયુષમાન ખુરાનાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં વિકી ડોનર, બરેલી કી બરફી, મેરી પ્યારી બિંદુ, જેવી ફિલ્મો સામેલ છે. જ્યારે અપારશક્તિ રેડિયો જોકી હતો અને ટેલિવિઝન હોસ્ટ પણ હતો. આમિરખાનની ફિલ્મ દંગલમાં તેણે પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે.

kp.comAparshakti Khurrana e1530963659674

  • મૌની અને મુખર રોય – નાના પરદે નાગિન બનીને સૌને પોતાના ફેન બનાવનારી મૌની રોય અને તેનો નાનો ભાઇ મુખર રોય સરખા જ લાગે છે. મૌની આ વર્ષે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી મોટા પરદે પદાર્પણ કરશે.

kp.commauni

  • અનુપમ અને રાજુ ખેર- અનુપમ ખેરને કોણ નથી ઓળખતું. અનુપમ ખેર બોલિવુડના જાણીતા કલાકાર છે અને તેમના ભાઇ રાજુ ખેર પણ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે. બંને કાર્બન કોપી જ લાગે છે.

anupam kher and raju kher

  • રધુ રામ અને રાજીવ લક્ષ્મણ- રોડીઝલ ટીવી શો દરેક લોકોને ગમતો શો છે. તેમાં જજ પેનલમાં રહેલા રઘુ અને રાજીવ ડિટ્ટો એકબીજા જેવા જ લાગે છે.

Raghu Ram with Rajiv

  • રિયા અને રાઇમા સેન – બોલિવુડમાં પોતાનુ નસીબ આજમાવવા આવેલી સેન બહેનોમાંથી એક પણ સફળ ન રહી, પરંતુ તે બંને એકદમ સરખી લાગે છે.

raima

Share This Article