આજકાલ ટીવી પર સાઉથ ઇન્ડિયન મુવિઝ જ આવતા હોય છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મોની સ્ટોરી સારી હોય છે તેથી બોલિવુડમાં સાઉથની ફિલ્મોની રિમેક બને છે. તે જ ફિલ્મોને આપણે હોંશે હોંશે જોઇને વાહ વાહ કરીએ છીએ. શું તમને ખબર છે કે આપણા બોલિવુડની પણ કેટલીક ફિલ્મો છે જેની રિમેક સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બની છે. તો આવો જાણીએ કઇ બોલિવુડ ફિલ્મો છે જેની સાઉથમાં રિમેક બની છે.
- 3 ઇડિયટ્સ – રાજકુમાર હિરાણીની ફિલ્મ 3 ઇડિયટ્સ તો તમને યાદ જ હશે ને, આમિર ખાન, માધવન અને શર્મન જોશીની મિત્રતા અને ભણતરના કોન્સેપ્ટ પર બનેલી આ ફિલ્મ સુપર ડુપર હિટ રહી હતી. આ જ ફિલ્મની રિમેક સાઉથમાં બની હતી જેનું નામ ‘નાનબાન’ છે. જેમાં વિજય થલપતિએ આમિરખાનનુ પાત્ર ભજવ્યુ હતુ.
- શાહિદ કપૂર અને કરિના કપૂરની 2007માં આવેલી ફિલ્મ જબ વી મેટ સુપર હિટ રહી હતી. સિમ્પલ લવસ્ટારી વાળી આ ફિલ્મને તામિલ ભાષામાં ભરત અને તમન્નાને લઇને બનાવવામાં આવી હતી. જેનુ નામ કંદેન કોઢાલાઇ હતુ. તામિલ ભાષામાં પણ ફિલ્મને ઓરિજીનલ ફિલ્મ જેવો જ રિસ્પોન્સ મળ્યો હતો.
- અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ ઓહ માય ગોડ ની રિમેક તેલુગુ ભાષામાં બની હતી. જેનુ નામ ગોપાલા ગોપાલા છે. અક્ષય કુમારનું પાત્ર પવન કલ્યાણે ભજવ્યુ છે જ્યારે પરેશ રાવલનું પાત્ર વેંકટેશ દગ્ગુબાટીએ ભજવ્યુ છે.
- અભિષેક બચ્ચન અને અજય દેવગણની હિટ ફિલ્મ બોલ બચ્ચન દર્શકોને ખુબ પસંદ આવી હતી. તે ફિલ્મની રિમેક તેલુગુ ભાષામાં બનાવવામાં આવી હતી, તે ફિલ્મનું નામ મસાલા છે. અજય દેવગણનું પાત્ર વેંકટેશ દગ્ગુબાટીએ ભજવ્યુ હતુ જ્યારે અભિષેક બચ્ચનનું પાત્ર રામ પોતીનેનીએ ભજવ્યુ હતુ.
- સલમાન ખાનની સુપર ડુપર હિટ ફિલ્મ દબંગની તેલુગુ ભાષામાં રિમેક બનાવવામાં આવી છે. જેનુ નામ ગબ્બર સિંઘ રાખવામાં આવ્યુ છે. સલમાન ખાનનો રોલ ફિલ્મમાં પવન કલ્યાણે કર્યો છે.
આ સિવાય પણ સિતા ઔર ગીતા, બંટી બબલી, નમક હરામ, અમર અકબર એન્થની, મુન્ના ભાઇ એમ.બી.બી.એસ, લગે રહો મુન્ના ભાઇ, બેંડ બાજા બારાત, પ્યાર કા પંચનામા, ડેલ્હી બેલી, લવ આજ કલ, એ વેનસ્ડે, સોલ્જર, જ્હોની ગદ્દાર જેવી બીજી પણ કેટલીક ફિલ્મની રિમેક સાઉથમાં બની છે.