બોલિવુડમાં પ્રેમ સંબંધ બંધાવા અને તૂટી જવા તે સામાન્ય બાબત ગણવામાં આવે છે. લગ્ન કરી અને બીજા લગ્ન કરવા તે પણ હવે જાણે સામાન્ય બાબત બની ગઇ હોય તેવુ લાગી રહ્યું છે. ઘણા લાકોને એક વાર પરણવા માટે જીવનસાથી નતી મળતો ત્યારે ઘણા લોકો એવા છે જે ત્રણ વાર લગ્ન કરી ચૂક્યા છે. તો આજે અમે તમને જણાવીશુ કે એવા ક્યા બોલિવુડ સેલિબ્રિટી છે જેમણે ત્રણ વાર લગ્ન કર્યા છે.
કરણ સિંઘ ગ્રોવર – આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ આવે કરણ સિંઘ ગ્રોવરનું, કે જેણે 3 ફિલ્મો કરી અને ત્રણ વાર લગ્ન પણ કર્યા. પહેલા લગ્ન તેણે 2008માં શ્રદ્ધા નિગમ સાથે પંજાબી રિતી રિવાજ મુજબ કર્યા હતા. તેણે બીજા લગ્ન જાણીતી ટીવી સ્ટાર જેનીફર વિંગેટ સાથે ખ્રિસ્તી રિવાજ મુજબ 2012માં કર્યા હતા. કરણે ત્રીજા લગ્ન 2016માં હિંદુ રિતી રિવાજ મુજબ બોલિવુડ સેલિબ્રિટી બિપાશા બાસુ સાથે કર્યા છે.
કબીર બેદી – લિસ્ટમાં બીજુ નામ કબીર બેદીનુ છે. કબીર બેદીએ પહેલા લગ્ન 1968માં પ્રતિમા બેદી સાથે કર્યા હતા. બીજા લગ્ન નિક્કી બેદી સાથે 1992માં કર્યા હતા. ત્રીજા લગ્ન 2016માં પરવીન દોસાંજ સાથે કર્યા હતા.
કમલ હાસન – ત્રણ લગ્ન કરનાર સેલિબ્રિટીમાં કમલ હાસન પણ સામેલ છે. કમલ હાસને પહેલા લગ્ન વાણી ગણપતિ સાથે 1978માં કર્યા હતા. સારિકા સાથે કમલ હાસને 1988માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ કમલ હાસને ગૌતમી સાથે 2004માં લગ્ન કર્યા હતા.
સંજય દત્ત – સંજય દત્તે પણ ત્રણ લગ્ન કર્યા છે. સંજયે પહેલા લગ્ન રિચા શર્મા સાથે 1996માં કર્યા હતા. ત્યારબાદ રિયા પિલ્લઇ સાથે 1998માં બીજા લગ્ન કર્યા હતા. ત્રીજા લગ્ન 2008માં માન્યતા દત્ત સાથે કર્યા હતા.
સિદ્ધાર્થ રોય કપૂર – આ લિસ્ટમાં સિદ્ધાર્થ રોય કપૂર પણ સામેલ છે. તેમણે પહેલા લગ્ન આરતી બજાજ સાથે કર્યા હતા. બીજા લગ્ન ટેલિવિઝન પ્રોડ્યુસર કવિતા સાથે કર્યા હતા અને ત્રીજા લગ્ન બોલિવુડ સેલિબ્રિટી વિદ્યા બાલન સાથે કર્યા છે.