સોનમ કપૂરની મહેંદી સેરેમની ક્યાં યોજાશે..?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સોનમ અને આનંદ આહુજાના લગ્નને લઇને સોનમના ફેન્સ ઘણા જ એક્સાઇટેડ છે. ફાઇનલી બંને લગ્ન કરી રહ્યા છે, પરંતુ આ વાતને ન્યૂક્લિયર બોંબ બનાવવાની રીતની જેમ છુપાવવામાં આવી રહી છે. અચાનક જ વાતને ડિક્લેર કરશ તેવુ લાગી રહ્યું છે. સોનમના ફેન્સ સિવાયના લોકો પણ ક્યુરિયસ છે. શું થઇ રહ્યું છે, સોનમના લગ્ન ક્યાં છે, ક્યારે છે.. આ દરેક વાતને લઇને ખુબ અટકળો લગાવવામાં આવી રહી છે. બધી વાતનો જવાબ તો નથી પરંતુ સોનમની મહેંદી સેરેમની ક્યાં યોજાશે તેની જાણકારી મળી ગઇ છે.

સોનમ કપૂરની મહેંદી સેરેમની તેની માસી કવિતા સિંઘના લક્ઝુરિયસ બંગલો, કે જે બાન્દ્રામાં છે ત્યાં રાખવામાં આવી છે. કવિતાનું ઘર શાહરુખ ખાનના ઘર મન્નતની બાજુમાં જ છે. સોનમની મહેંદી સેરેમની ખુબ જ ગ્રાન્ડ હશે. પંજાબી વેડિંગ કેટલુ શાનદાર હોય છે તે બતાવવામાં અનિલ કપૂર જરા પણ બાકી નહી રાખે.

સાથે સાથે સંગીત માટે પ્રેક્ટિસ પણ સ્ટાર્ટ કરી દેવામાં આવી છે. પ્રેમ રતન ધન પાયોના ગીત પર ફરાહખાન કોરિયોગ્રાફ કરવાની છે. કરન જોહર પણ સોનમના લગ્નમાં ડાન્સ કરવા માટે ખુબ એક્સાઇટેડ છે.

 

Share This Article