આજના સમયમાં લોકોનું જીવન યંત્રવત જીવન થઈ ગયું છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચવા માટે પોતાના બાઇકનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગના ઘરોમાં મોટરસાઇકલ હોય છે. ત્યારે પેટ્રોલ લોકોની દૈનિક જરૂરિયાત બની ગઈ છે. પેટ્રોલ પૂરાવતી વખતે લોકોના મનમાં અલગ અલગ શંકાઓ રહેતી હોય છે. મોટા ભાગના લોકો ઇચ્છતા હોય છે કે, તેની બાઈક, કાર કે સ્કૂટરમાં પેટ્રોલ પૂરાવતી વખતે તેની સાથે કોઈ છેતરપિંડી ન થાય. કેટલાક લોકો પેટ્રોલ-ડીઝલ પૂરાવતી વખતે 110 કે 210નું પેટ્રોલ પૂરાવે છે. કેમ કે તેઓ એવું માનતા હોય છે કે, આવું કરવાથી પેટ્રોલ પંપ વાળા ચોરી કરી શકશે નહીં. એવામાં ગ્રાહકોનો આ ભ્રમ દૂર કરતા પેટ્રોલ પંપના કર્મચારીએ યોગ્ય ફ્યૂલ ભરાવવા માટે બે વસ્તુ વિશે જણાવ્યું છે. જો એ બે બાબતોનું ધ્યાન રાખશો તો પેટ્રોલ પંપ પર ક્યારેય છેતરાશો નહીં.
પેટ્રોલ પંપ પર ફ્યૂલ ભરાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આવો જાણીએ. સૌથી પહેલા પેટ્રોલ પૂરાવતી વખતે બે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, જેનાથી તમારી સાથે ક્યારેય છેતરપિડીં નહીં થાય. પહેલી વસ્તુ મશીનમાં તમારે ડેન્સિટી ચેક કરવાની છે. જે મીટરમાં લખેલી પેટ્રોલની ડેન્સિટી ડેન્સિટી હંમેશા 720 થી 775 વચ્ચે હોવી જોઈએ.આ ઉપરાંત ડીઝલની ડેન્સિટી 820થી લઈને 860 સુધીની હોય છે. આ ડેન્સિટીથી ખબર પડે છે કે, તમે જે ફ્યૂલ ભરાવી રહ્યાં છો, તે કેટલું શુદ્ધ છે? તેની ગુણવત્તા કેવી છે અને તેમાં કોઈ ભેળસેળ તો નથી કરવામાં આવી ને? જો ડેન્સિટી આ રેન્જમાં હોય તો જ પેટ્રોલ કે ડીઝલ પૂરાવવું જોઈએ.
બીજી મહત્વની વસ્તુ એ છે કે, પેટ્રોલ પૂરાવતી વખતે 0 તો બધા જોતા હોય છે. પરંતુ તેનો આગળનો આંકડો હોય તે 5 થી હોવો જોઈએ. 0 પછી 2, 3, 4 એવી રીતે હોવો જોઈએ, ઘણી વાર 0 થી જમ્પ કરીને મીટર સીધું 10 કે 12-15 પર જતું રહે છે. એવામાં શક્યતા છે કે, મશીનમાં કોઈ છેડછાડ કરવામાં આવી હોય. બાકી 210 કે 310નું પેટ્રોલ પૂરાવવાથી કોઈ ફરક પડતો નથી.
