કેટરિના ખુલતા કપડા સાથે એરપોર્ટ પર પહોંચતા પ્રેગ્નન્સીની ચર્ચા થવા લાગી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસિસમાંની એક છે. હંમેશાં ચર્ચામાં રહેતી કેટરિના પોતાના લગ્ન પછી પતિ વિકી કૌશલની સાથે અવારનવાર ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળે છે. લગ્ન પછી વિકી-કેટરિના હંમેશાં કપલ ગોલ્સ આપતી જોવા મળે છે. આ દરમિયાન હવે એક્ટ્રેસની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. હાલમાં જ એક્ટ્રેસનો વીડિયો વાયરલ થયો છે, જેના પછી પ્રેગ્નન્સીની ચર્ચાએ જોર પકડ્યું છે. એક્ટ્રેસ સોમવાર, ૧૫ ઓગસ્ટની રાત્રે શૂટિંગ પૂરું કરીને મુંબઈ પરત ફરી હતી.

એરપોર્ટ પર કેટરીના ફેન્સી આઉટફિટને બદલે એકદમ કેઝ્‌યુઅલ લુકમાં જોવા મળી હતી. કેટરિનાને ખુલતા કપડાં જોઈને સો.મીડિયા યુઝર્સમાં ચર્ચા થવા લાગી કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે. એક્ટ્રેસ રેડ પેન્ટની સાથે ગ્રે સ્વેટશર્ટમાં જોવા મળી. પોતાના આ લુકને એક્ટ્રેસે સફેદ કલરના સ્નીકર્સ, કાળા ચશ્મા અને મેચિંગ માસ્કની સાથે કમ્પ્લિટ કર્યો હતો. કેટરીના કૈફ ટી શર્ટ તથા ઓરેન્જ જોગર્સમાં હતી. મુંબઈ એરપોર્ટ પર કેટરીનાની તસવીરો ને વીડિયો વાઇરલ થયા હતા. કેટરીનાને લુઝ આઉટફિટમાં જોતાં જ સો.મીડિયા યુઝર્સ કહેવા લાગ્યા કે કેટરિના પ્રેગ્નન્ટ છે.

એક યુઝરે કહ્યું હતું કે કેટરીનાનો બેબી બમ્પ દેખાય છે. આશા છે કે તેઓ ટૂંક સમયમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરશે. અન્ય એકે કહ્યું હતું કે કેટરિના પ્રેગ્નન્ટ જ છે. કેટલાંક યુઝર્સે કેટરિનાની ચાલવાની સ્ટાઇલના વખાણ કર્યા હતા. એક્ટ્રેસ છેલ્લે પોતાના પતિ અને એક્ટર વિકી કૌશલની સાથે ફિલ્મ નિર્માતા કરન જોહરના ૫૦મા જન્મદિવસની પાર્ટીમાં જોવા મળી હતી. આ દરમિયાન કેટરિના સફેદ કલરના મિડી ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરિના ટૂંક સમયમાં એક્ટર સલમાન ખાનની સાથે ફિલ્મ ટાઈગર ૩માં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર ૨૩ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Share This Article