નવી દિલ્હી : વર્તમાન રબિ સિઝનમાં લઘુત્તમ સમર્થન મુલ્ય (એમએસપી) પર ઘઉંની સરકારી ખરીદી ૬૨.૮૦ ટકા ઘટીને ૭૦.૧૦ લાખ ટન થઇ છે. આના માટે જે કારણ રહેલા છે તેમાં કમોસમી વરસાદને પણ કારણ તરીકે ગણવામાં આવે છે. કાપણીમાં વિલંબ થવાના કારણે મંડીઓમાં આવક સુસ્ત રહી છે. જુદા જુદા રાજ્યો પાસેથી ઘઉની ખરીદી કરવામાં આવ્યા બાદ તમામ રાજ્યોના આંકડા હજુ સુધી મળી શક્યા નથી. છેલ્લી રબિ સિઝનની સમાન અવધિમાં ૧૮૮.૪૯ લાખ ટન ઘઉની સરકારી ખરીદી કરવામાં આવી હતી. ક્યા રાજ્ય પાસેથી હજુ સુધી કેટલી ખરીદી કરવામાં આવી તેના પર ધ્યાન આપવામાં આવે તો કેટલાક રાજ્યોની યાદી નીચે મુજબ છે.
હરિયાણા રાજ્યમાં ૩૮.૬૮ લાખ ટન ખરીદી
મધ્યપ્રદેશ રાજ્યમાં ૧૮.૮૮ લાખ ટન ખરીદી
રાજસ્થાન રાજ્યમાં ૨.૨૨ લાખ ટન ખરીદી