વ્હોટ્સએપ પર અફવાઓથી ભરેલા અને ભડકાઉ, બિનજવાબદાર તથા વિસ્ફોટક મેસેજીસને કારણે હાલમાં જ નિર્દોષ લોકોને માર મારી હત્યા કરવાની ઘટનાઓ સામે આવી છે. ગુજરાત, આસામ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ જેવા ઘણા રાજ્યોમાં હત્યાની દુઃખદ ઘટનાઓ સામે આવી છે.
કાનૂની અને ન્યાય એંજસીયો દોષિતોને પકડવા માટે પગલા ભરી રહી છે, પરંતુ વ્હોટ્સએપ જેવા પ્લેટફોર્મનો દૂરઉપયોગ કરી વારંવાર તેના પર આવી ભડકાઉ સામગ્રીનો ફેલાવો પણ ચિંતાનો વિષય છે. ઇલેકટ્રેન્કિસ અને આઈટી મંત્રાલયે એવા બિનજવાબદાર મેસેજીસ અને આવા પ્લેટફોર્મ પર તેના ફેલાવાને ગંભીરતાથી લીધો છે. આ વિશે વ્હોટ્સએપના સિનિયર મેનેજમેન્ટને જાણ કરી દેવામાં આવી છે અને તેમને સલાહ આપવામાં આવી છે કે આવા બનાવટી અને સંવેદનશીલ મેસેજીસના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલા ઉઠાવવા જોઇએ. સરકારે નિર્દેશ આપ્યો છે કે આવા મેસેજીસ પર યોગ્ય તકનીક દ્વારા તુરંત અટકાવવા જોઇએ.
ઉપરાંત, એ પણ કહેવામાં આવ્યું છે કે આવા પ્લેટફોર્મ પોતાની ફરજો અને જવાબદારીઓથી છટકી શકે નહિ, કારણ કે વિશેષ રૂપથી કેટલાંક ઉપદ્રવી ત્તવો દ્વારા આવી ઉત્તમ ટેકનિકલ શોધનો દૂરઉપયોગ કરી ભડકાઉ મેસેજ મોકલે છે, જેથી હિંસા ભડકે છે.
સરકારે એ પણ કહ્યું કે કોઇપણ શરત પર વ્હોટ્સએપને આ ખતરાથી બચવા માટે તુરંત કાર્યવાહી કરવી જોઇએ અને એ ખાતરી કરવી જોઇએ કે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ આવા ખોટા કાર્યો માટે કરવામાં આવે નહિં.