સાવધાન! વ્હોટ્સએપનું આ ફીચર છે ખૂબ જ ખતરનાક, આંખના પલકારામાં કરી નાખશે કંગાળ

Rudra
By Rudra 2 Min Read

સોશિયલ મીડિયાના જમાનામાં મેસેજિંગ એપ વ્હોટ્સએપ યુઝર વર્ગ ખૂબ મોટો છે. યુઝરને આ એપ પર કોલિંગ, ફાઇલ ટ્રાન્સફર, ચેટિંગ, પૈસાની લેતી દેતી સહિતની ઘણી સુવિધા મળી રહે છે. પરંતુ સાયબર ક્રાઇમની દુનિયામાં યુઝરને અલગ અલગ ટ્રિક દ્વારા લોકોને ચૂનો લગાવવાનો પ્રયત્નો થતા રહે છે. હેકર્સ તમારી માહિતી મેળવી બેન્કનું ખાતું પણ ખાલી કરી શકે છે. રોજબરોજ સાઇબર ઠગાઈના સમાચાર પ્રકાશમાં આવતા રહે છે. લોકોને ખબર પણ નથી પડતી અને પળવારમાં આખી જિંદગી કમાણી ઉડી જાય છે.

ત્યારે સરકાર અને એપ નિર્માતા દ્વારા અવારનવાર લોકોને સાયબર ક્રાઇમથી બચવા માટે જાગૃત કરવામાં આવે છે અને વારંવાર ચેતવણી જાહેર કરવામાં આવે છે. હાલમાં જ વનકાર્ડે ચેતવણી જાહેર કરી છે અને પોતાના ગ્રાહકોને સાવધાન કરી રહી છે. આપણે બધાને તેનાથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

Whatsapp Screen Mirroring ફીચરની મદદથી સામે વાળો વ્યક્તિ પોતાના મોબાઈલ પર ઉપસ્થિત તમામ કન્ટેન્ટને જોઈ શકે છે. તેમાં બેન્ક લોગઈન અને ઓટીપી પણ સામેલ હોઈ શકે છે. સાયબર ઠગ આ ફીચરનો ફાયદો ઉપાડીને તમારું બેન્ક બેલેન્સ ખાલી કરી શકે છે. સાયબર ક્રિમિનલ પહેલા ફોન કે અન્ય રીતે તમારો વિશ્વાસ જીતશે, ત્યાર બાદ તે મદદ કરવાની લાલચ આપશે. પછી વ્હોટ્સએપના ફીચરનો ઉપયોગ કરીને તમારી મદદ કરવાનો ખોટો દાવો કરશે.

ત્યાર બાદ યૂઝર કેટલાક કિલોમીટર દૂર બેઠા બેઠા તમારા મોબાઈલ સ્ક્રિન, એપ્સ અને બેન્કિંગ ડિટેલ્સ વગેરે જોઈ શકે છે. તેથી સાવધાની માટે જરૂરી છે કે, કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે વ્હોટ્સએપની સ્ક૩ીન મિરરિંગનો ઉપયોગ કરવો નહીં. જો કોઈ વ્યક્તિ વ્હોટ્સઅપ પર સ્ક્રિન મિરિરિંગ કરવાોન કહે, તો તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. સાથે જ તેની સાથે બેન્ક ડિટેલ્સ સહિતની માહિતી શેર કરવી નહીં.

Share This Article