ડેટા લીક મામલે ફેસબુક પછી વ્હોટસ એપ પણ શંકાના દાયરામાં

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ફેસબુક ડેટા લીકનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં વોટ્સએપે પણ તેના યુઝર્સની ચિંતા વધારી છે. સૂત્રોની મળતી માહિતી અનુસાર ફેસબુક ઉપરાંત વોટ્સએપ પણ યુઝર્સનો ડેટા કલેક્ટ કરે છે.

એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર આ બાબતે વિવાદ થતાં વોટ્સએપે પણ સ્વીકાર્યું છે કે તે યુઝર્સની થોડી-ઘણી માહિતી એકઠી કરે છે. જ્યારે યુઝર ગ્રુપ ચેટ કરે છે ત્યારે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન અંગે વોટ્સએપ કોઈ જ સિક્યોરિટી આપતું નથી. ગ્રુપ ચેટ કરતાં સમયે હેકર્સ પ્રાઈવસીમાં દખલ અંદાજ કરી શકે છે એટલે કે ડેટા ચોરી શકે છે.

રિસર્ચર્સે આ બાબતે દાવો કર્યો છે અને આ જ વાત યુઝર્સ માટે ચિંતાનો વિષય છે. ડેટા સિક્યોરીટી મામલે ફેસબુકથી વોટ્સએપ પોતાને અલગ બતાવે છે. આ પાછળનું કારણ વોટ્સએપનું એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન ફીચર છે. જોકે, એક્સપર્ટનું કહેવું છે કે આ ફીચર ગ્રુપ ચેટ સમયે યુઝર્સ માટે સલામત નથી. હેકર્સ આ જ બાબતનો ફાયદો ઉઠાવી શકે છે અને યુઝર્સનો મહત્વનો ડેટા ચોરાઈ શકે છે. આ બાબત સામે આવ્યાં પછી સ્પષ્ટ થયું છે કે દુનિયાની સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ હવે સલામત નથી.

Share This Article