પે-ટીએમ અને ફ્રી ચાર્જ જેવી અપ્લિકેશન માટે હવે એક નવી કોમ્પિટિશન આવી રહી છે દુનિયા ના મોટા માં મોટા યુઝર બેઝ વળી કંપની માંથી, વોટ્સએપ માંથી !! આવનારા સાત થી દસ દિવસ માં આ એપ્લિકેશન માં આવતા આગામી અપડેટ માં આ ફીચર આવી શકવાની પુરી સંભાવના છે. ભારતમાં આધાર કાર્ડના ડેટાબેઝ વાપરી અને આ એપ્લિકેશન પોતાના નવા યુઝરને આકર્ષવા માટે નવી ઓફર્સ મૂકે તેવી સંભાવના છે.
એક આંકલન મુજબ વોટ્સએપ જે ફેસબુક ની કંપની છે તેની પાસે અદ્યતન ડેટા અને ટેક્નોલોજી છે તે પેઈમેન્ટ ગેટવે માં દુનિયા ની સૌથી ઝડપી વિકસતી કંપની બની શકે છે. આ ફીચર થાકી જેમ લોકેશન કે ફોટો સેન્ડ કરીયે તેવીજ રીતે બેન્ક જોડે કનેક્ટ કરી અને સરળતાથી રૂપિયા મોકલી શકાશે, અને તેને બેન્ક અથવા અન્ય એપ માં વાપરી શકાશે.
હવે કેવીરીતે અન્ય કંપનીઓ આ ફીચર નો સામનો કરવા નવી ઓફર્સ આપી અને યુઝર્સ ને આકર્ષે છે તે જોવાનું રહ્યું