યુઝર સેફ્ટી પર વ્હોટ્સએપ દ્વારા હાલમાં ચાલતી શૈક્ષણિક ઝુંબેશના ભાગરૂપે વ્હોટ્સએપ દ્વારા મંચ પર ગેર માહિતી ફેલાવાતી અટકાવવા માટે જાગૃતિ ફેલાવવા રેડિયો કેમ્પેઈન રજૂ કરવામાં આવી છે. આ રેડિયો કેમ્પેઈન થકી વ્હોટ્સએપ તેના ઉપભોક્તાઓને તેને પ્રાપ્ત થતા સંદેશાઓ વિશે વાકેફ રહો અને તે ફોર્વર્ડ કરવા પૂર્વે વિચાર કરો એવી અરજ ગુજારે છે.
શૈક્ષણિક ઝુંબેશનો પ્રથમ તબક્કો બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવાં 7 રાજ્યમાં એરનાં 46 હિંદી ભાષી રેડિયોસ્ટેશન્સમાં રેડિયો એડ્સ સાથે 29 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે. કેમ્પેઈનનો બીજો તબક્કો 5 સપ્ટેમ્બરથી શરૂ થયો છે, જેમાં આસામ, ત્રિપુરા, વેસ્ટબેંગાલ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગણા, ઓરિસ્સા તથા તામિલનાડુનાં રાજ્યોમાં એરનાં 85 રેડિયો સ્ટેશન્સમાં રેડિયો એડ્સ શરૂ કરવામાં આવી છે. આ કેમ્પેઈન આઠ પ્રાદેશિક ભાષામાં ચલાવવામાં આવશે, જેમાં આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, તેલુગુ, ઓરિયા અને તમિળનો સમાવેશ થાય છે અને તે 15 દિવસની મુદત સુધી ચાલશે. આ કેમ્પેઈન ગેર માહિતી શોધી કાઢવા માટે ઉપભોક્તાઓને મદદ રૂપ થવા માટે સમજવામાં આસાન ફોર્મેટમાં તૈયાર કરવામાં આવી છે અને તે સમાજ તરીકે નકલી સમાચારોનો પડકારો વિશે તેમને વધુ સંવેદનશીલ બનાવે છે અને તેને પહોંચી વળે છે.
આ રેડિયો કેમ્પેઈનમાં ઉપભોક્તાઓને વ્હોટ્સએપ પર શેર કરવામાં આવેલા સંદેશા સાચા છે કે ખોટા છે તે નક્કી કરવા મદદરૂપ થવા માટે અમુક આસાન ટિપ્સ આપવામાં આવી છે:
- મેસેજ ફોર્વર્ડેડ હોય ત્યારે સમજો: મૂળ મેસેજ કોણે લખ્યો છે તેની ખાતરી નહીં હોય તો વાસ્તવિકતાની બે વાર તપાસ કરી જુઓ.
- માહિતી અને ફોટો માની નહીં શકાય તેવા હોય તો ધ્યાનથી તપાસી જુઓ: માનવામાં નહીં આવે તેવી વારતાઓ મોટે ભાગે ખોટી હોય છે, જેથી તે ખરેખર સાચી છે કે તેની અન્યત્રથી તપાસ કરી જુઓ. ફોટો અને વિડિયો પર આસાનીથી વિશ્વાસ બેસી જતો હોય છે, પરંતુ તમને ગેરમાર્ગે દોરવા માટે તેમાં પણ એડિટિંગ કરી શકાતું હોય છે. અમુક વાર ફોટો
અસલી હોય છે, પરંતુ તેની સાથે આપેલી વારતા ખોટી હોય છે. આથી ફોટો પર વિશ્વાસ કરવા પૂર્વે તે ક્યાંથી આવ્યો તેની ઓનલાઈન તપાસ કરી જુઓ.
- તમને અપસેટ કરી તેવી માહિતી સામે પ્રશ્ન કરો: જો તમે એવું કશુંક વાંચ્યું હોય જે તમને ક્રોધિત કરે કે ડરાવે તો તમને તે મહેસૂસ કરાવવા માટે જ તે મોકલવામાં આવ્યું છે કે તે પોતાને પૂછો. જો ઉત્તર હા હોય તો તે ફરીથી શેર કરવા પૂર્વે બે વાર વિચારો.
- તમે શેર કરો તે વિચાર પૂર્વક કરો: જો તમને સ્રોત કે સંબંધિતની ખાતરી નહીં હોય કે માહિતી સાચી છે કે ખોટી તો તે શેર કરવા પૂર્વે બે વાર વિચાર કરો.