એપલ ફકત ત્રણ વર્ષમાં એપલ વોચએ દુનિયાની સૌથી વધુ વેચાતી કાંડા ઘડિયાળ બની ગઈ છે. ત્યારે તેની ઓપરેટિંગ સિસ્ટમ પણ તેની સફળતા માં ખૂબજ મોટો ભાગ ભજવે છે. ત્યારે એપલ દ્વારા વોચ ઓએસ નો પાંચમો અપડેટ 4થી જૂનના રોજ તરતો મુક્યો હતો. હવે ટૂંક સમયમાં ડેવલોપર માટે તેને પ્રાપ્ય કરાશે.
ચાલો જોઈએ કયા મુખ્ય ફીચર્સ આ વખતે આપણે જોવા મળશે અપડેટ સાથે..
ફિટનેસ એપ
એપલ દ્વારા પ્રચલિત સ્વાસ્થ્ય માટેની ફિટનેસ એપ હવે તમે તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરી શકશો અને તેઓને તમારા કરતા વધુ વૉક, રન કે સાઈકલિંગ કરવા માટે ચેલેન્જ આપી શકશો,
વોકી-ટોકી એપ
બીજા એક મુખ્ય ફીચર માં હવે તમે બે એપલ વોચને વોકી-ટોકી તરીકે પણ વાપરી શકશો, વાઇફાઇ અથવા તો 3જી એનેબલ વોચ માં આ ફીચર ઉપલબ્ધ હશે. આ એપ ખાલી બે વૉચ વચ્ચે જ કામ કરી શકશે।
વધુ કાર્યક્ષમ સિરી વોઇસ આસિસ્ટન્સ
હવે એપલ ની બહુચર્ચિત વોઇસ આસિસ્ટન્ટ સિરી વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બની ગઈ છે, તે હવે તમારા કસ્ટમ કરેલા શોર્ટકટ્સ અને વન ટચ કમાન્ડ વાપરી તમને રોજિંદી કાર્યશૈલીમાં વધુ સમર્થ બનાવશે