હવામાન નિષ્ણાંત એટલે અંબાલાલ પટેલે ઉત્તરાયણને લઈને અગત્યની આગાહી કરી, પવનની ગતિ સારી રહેવાની આગાહી કરાઈ ઉતરાયણના તહેવારને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પવનની ગતિ વિશે આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “ઉતરાયણ દરમિયાન પવનની ગતિ સારી રહેશે, પરંતુ બપોર બાદ પવનની ગતિમાં થોડો ઘટાડો થશે. સાંજના સમયે પવનની ગતિમાં વધારો થશે, જે પતંગ ઉડાવનારાઓ માટે સાનુકૂળ રહેશે.” અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 15 જાન્યુઆરીના રોજ પતંગ રસિયાઓ માટે પવનની ગતિ ખાસ અનુકૂળ રહેશે, અને આ દિવસે સવાર અને સાંજના સમયે પવનની ગતિ તેજ રહેશે. 14 અને 15 જાન્યુઆરીની રાત્રે પવનની ગતિ મધ્યમ રહેવાની શક્યતા છે. ઉતરાયણ માટે આ આગાહી પતંગ ઉડાવનારાઓ માટે આનંદની વાત છે, કારણ કે તે પવનની ગતિ અને શ્રેષ્ઠ સમયે પતંગ ઉડાવવાનું આયોજન કરી શકે છે.