અમદાવાદ : રાજ્યમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદ શહેરમાં લોકો ગરમીના કારણે હવે પરેશાન થયેલા છે. કારણ કે બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી રહ્યુ હતુ. હિટવેવ માટેની ચેતવણી જારી કરવામં આવતા લોકો સાવચેત થઇ ગયા છે. હવામાન વિભાગ તરફથી હિટવેવ વચ્ચે લોકોએ રક્ષણ માટે શું કરવું તે નીચે મુજબ છે.
હિટવેવથી બચવા શું કરવું જોઇએ
- હિટવેવથી સામાન્યરીતે સ્વસ્થ લોકોને કોઇ અસર થતી નથી પરંતુ નવજાત શિશુ અને મોટી વયના લોકોને ક્રોનિક રોગનો ભય રહે છે જેથી સામાન્ય સાવચેતી જરૂરી છે
- તીવ્ર ગરમી વચ્ચે બિનજરૂરી બહાર નિકળવાનું ટાળવું જોઇએ
- હિટવેવ વચ્ચે હળવા વજનના કપડા પહેરવા જોઇએ
- હિટવેવ વચ્ચે લાઇટ કલરના લૂઝ કોટન વસ્ત્રો પહેરવા જોઇએ
- ઉંચા તાપમાન વચ્ચે બહાર નિકળતી વેળા ચહેરાને ઢાંકી લેવાની જરૂર
- હિટવેવ વચ્ચે બહાર નિકળતી વેળા અલગ કપડા અથવા તો ટોપી, છત્રીનો ઉપયોગ કરવો જોઇએ
હિટવેવની અસર શું થાય
- વધતા જતા તાપમાન વચ્ચે નવજાત શિશુ અને મોટી વયના લોકોને ક્રોનિક રોગ થઇ શકે
- હિટવેવ વચ્ચે પેટમાં દુખાવાની ફરિયાદ બાળકો વધુ કરે છે
- વધતા તાપમાન વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવી જોઇએ
- વધતા તાપમાન વચ્ચે બેભાન થવાના બનાવો વધુ બને છે જેથી વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો જોઇએ